GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં હવામાન વિભાગે આ દિવસો માટે જાહેર કર્યું રેડ એલર્ટ, પારો પહોંચશે 45 ડિગ્રીને પાર

ગરમી

Last Updated on May 1, 2020 by Pravin Makwana

રાજ્યમાં કોરોના કહેર વચ્ચે હવે પ્રકૃતિ રૂઠી છે. અખાત્રીજને ઉનાળાની શરૂઆત માનવામાં આવે છે. અખાત્રીજના હજુ ગણતરીના દિવસો પસાર થયા છે તે પૂર્વે જ ઉનાળાએ જોર પકડી લીધું છે. રાજ્યમાં ઉનાળાની હીટવેવ ચાલુ થઈ ગઈ છે. કોરોના કહેર વચ્ચે ગરમીનો માર પણ હવે લોકોને સહન કરવો પડી રહ્યો છે. લોકડાઉનમાં ઘરની અંદર બંધ લોકો હવે ગરમીથી પણ શેકાઈ રહ્યા છે એવામાં હવામાન વિભાગે પણ અમદાવાદ માટે આગામી દિવસોમાં ગરમીનો પારોઊંચો જવાની આગાહી કરી છે.

45 ડિગ્રીને પાર પહોંચશે પારો

અમદાવાદને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી જશે. હાલમાં અમદાવાદમાં 42 ડિગ્રી આસપાસ ગરમી છે. તેવામાં વધુ 3 ડિગ્રી ગરમી સાથે હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ લોકો ઘરમાં છે તો પણ ગરમીનો ભંયકર અનુભવ કરી રહ્યો છે. 

આ જિલ્લાઓમાં પણ હિટવેવ

અમદાવાદ સિવાય રાજ્યમાં ડીસા, વડોદરા, રાજકોટ, અને ગાંધીનગરમાં પણ હિટવેવ જોવા મળશે. ગુજરાતની આંતર રાજ્ય સડકો પર  લોકડાઉનના 39માં દિવસે આજે પણ ધોમધખતા તાપમાં વતન જવા નીકળેલા લોકો રોડ ઉપર જોવા મળે છે.  મજૂરો પાસે હવે પગાર પણ નથી રહ્યો અને ઘર ચલાવવા માટે પૈસા પણ નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આનંદો/ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થશે થિયેટર અને મલ્ટીપ્લેક્ષ, 27 તારીખથી ગાઈડલાઈન સાથે શરૂ થશે થિયેટર

pratik shah

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!