GSTV
Gujarat Government Advertisement

ભલે છુટછાટ મળી! પણ ઘરની બહાર ના નિકળતા બુધવારથી રવિવાર સુધી ગરમીનો પારો હશે ટોચ પર

ગરમી

Last Updated on May 19, 2020 by Arohi

ગુજરાતમાં કોરોનાના કેર વચ્ચે હવે ગરમીનું જોર પણ વધી શકે છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી બુધવારથી રવિવાર સુધી તાપમાન ૪૪ ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૩-૪ દિવસ સરેરાશ મહત્તમ તાપમાન ૨-૩ ડિગ્રી વધી શકે છે.

આ જિલ્લાઓમાં હિટ વેવની સ્થિતિ

આગામી મંગળવારથી શુક્રવાર દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની સ્થિતિ રહેશે. ‘ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં શનિવાર સુધી ૪૫ જ્યારે આગામી સપ્તાહથી ૪૬ ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.

૪૨.૩ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ

આજે ૪૨.૩ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર અમદાવાદમાં ૪૧.૫, ડીસામાં ૪૧, ગાંધીનગરમાં ૪૧.૬, આણંદમાં ૪૧.૨, વડોદરામાં ૪૧.૬, સુરતમાં ૩૮.૮, અમરેલીમાં ૪૧, ભાવનગરમાં ૪૦.૭, રાજકોટમાં ૪૦.૨, દીવમાં ૩૭.૬, કેશોદમાં ૩૭.૬, ભૂજમાં ૩૯.૬, નલિયામાં ૩૪.૮ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ગઢમાં ગાબડું/ સુરતઃ આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ, આમ આદમી પાર્ટી પર BJPએ કર્યો ગંભીર આક્ષેપ

Zainul Ansari

જુનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોને આકાશમાંથી રાતે અજાણ્યા પ્રકાશના ટપકાં જોવા મળતા લોકોમાં કુતૂહલ, અનેક તર્કવિતર્ક

Zainul Ansari

સગીરાને સોશિયલ માઘ્યમ થકી બનેલી મિત્રતામાં બની દુષ્કર્મનો શિકાર, પ્રેમના પુષ્પો ખિલ્યા અને ચોંકાવનારું આવ્યું પરિણામ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!