GSTV

હાર્દિક પટેલ માટે સુપ્રીમથી આવી ખુશખબર, ભૂગર્ભમાંથી નીકળી શકે છે બહાર

હાર્દિક પટેલ

ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. પોલીસે ધરપકડ વોરંટ કાઢતાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી તે નાસતો ફરતો હતો. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આ માટે સુપ્રીમના દરવાજા ખટખટાવતાં કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા છે.

હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે કાઢ્યું હતું વોરંટ

કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું હતું. આ કેસમાં હાર્દિક માટે જેલમાં જવાનો વારો આવતાં તે ગુમ થઈ ગયો હતો. જે સમયે તેની પત્નીએ પણ ટ્વીટરમાં ટ્વીટ કર્યા હતા.

માણસા પોલીસે પણ કરી હતી ધરપકડ

રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ જેલ બહાર આવેલા હાર્દિકની માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. આમ એક બાદ એક પોલીસ હાર્દિકની ધરપકડ કરતી હોવાથી સ્થાનિક ચૂંટણીમાં ભાજપને ન નડે એ માટે તે જેલમાં પૂરાવા માગતી હોવાના પણ ગુજરાતમાં આક્ષેપો થયા હતા.

હાર્દિક ભૂગર્ભમાં ઉતરી ગયો હતો

સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. હવે આગોતરા જામીન મળતાં હાર્દિક ફરી બહાર આવે તેવી સંભાવના છે. આજના સમાચાર હાર્દિક માટે સારા સમાચાર છે.

જુલાઈ 2016માં જામીન આપવામાં આવ્યા હતા

હાર્દિક પટેલને જુલાઇ, 2016માં જામીન આપવામાં આવ્યા હતાં. નવેમ્બર, 2018માં કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ આરોપો ઘડયા હતાં. પાટીદાર નેતાના વકીલ દ્વારા કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવ્યાની વિરૂદ્ધમાં સરકારની અરજી સ્વીકાર્યા પછી એડિશનલ સેશન્સ જજ ગણાત્રાએ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું.

સરકારે પોતાની અરજીમાં શું કહ્યું ?

સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોર્ટમાં હાજર થવામાંથી વારંવાર મુક્તિ મેળવીને હાર્દિક પટેલ કેસની સુનાવણીને વિલંબિત કરવા માગે છે. હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાયો હતો. કોર્ટે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ નિયમિતપણે કોર્ટમાં હાજરી ન આપીને જામીનની શરતોનું ભંગ કરી રહ્યાં છે અને સુનાવણીને વિલંબિત કરી રહ્યાં છે.

પ્રિયંકા ગાંધીએ કર્યો હતો હાર્દિક પટેલનો બચાવ

હાર્દિક પટેલ પર થયેલા રાજદ્રોહ કેસને લઈને ધરપકડ કરાતાં પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું. ટ્વીટ દ્વારા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કરી હાર્દિક પટેલનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે યુવાનો માટે રોજગાર અને કિસાનો માટે હક્કની લડાઈ લડનાર હાર્દિક પટેલને ભાજપ સરકાર પરેશાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજનો અવાજ ઉઠાવ્યો. સમાજ માટે નોકરીયો માંગી, કિશાનો માટે આંદોલન કર્યા.ભાજપ આવા કાર્યોને રાજદ્રોહ કહી રહી છે.

READ ALSO

Related posts

વિદેશ રહેતા ત્રણ દિકરાની વિકટ પરિસ્થિતિ, માતાનાં અંતિમ સંસ્કાર માટે લૉકડાઉનના કારણે આવી નથી શકતા

pratik shah

કોરોનાનો ભય: અમેરિકાના પ્રમુખે પીએમ મોદી પાસે તાત્કાલિક ધોરણે આ દવાની કરી માગ, વિશ્વની મહાસત્તા પણ ઘુંટણીયે

Ankita Trada

કોરોનાનો ભરડો: ભારતીય કંપની કોરાના વેક્સીનનું આ મહિનામાં મનુષ્ય પર કરશે પરીક્ષણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!