અમદાવાદ : મહાપાલિકાની તાબડતોડ સીલિંગ કાર્યવાહી, ત્રણ દિવસમાં 1200 મિલકતો કરી સીલ

અમદાવાદ મહાપાલિકા છેલ્લા ત્રણ દિવસથી સીલિંગ કાર્યવાહી કરી રહી છે.અને આજે 1200 મિલકતો સીલ કરવામાં આવી છે.બાકી ટેક્સ મુદ્દે મહાપાલિકાએ અત્યંત કડક વલણ અપનાવતા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ હજારથી વધુ મિલકતો સીલ કરી છે.

સમગ્ર ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 21 હજાર મિલકતો સીલ કરવામાં આવી છે. બાકી ટેક્સ મુદ્દે મહાપાલિકાને ચાલુ વર્ષે 796 કરોડ રૂપિયાની આવક થઈ છે. નાણાકીય વર્ષ માર્ચ મહિનાના અંત સુધીમાં રૂપિયા 900 કરોડના આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર પ્રયાસ કરી રહ્યુ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter