GSTV
Ahmedabad ગુજરાત

અમદાવાદ / એલ.ડી. આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરી, પ્રિન્સિપાલને મારવા ખૂરશી ફેંકી, અન્ય વિદ્યાર્થીઓને પણ છરી બતાવી

અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં સરસ્વતિના ધામને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. એલ.ડી આર્ટ્સ કોલેજમાં કેટલાક વિદ્યાથીઓ ખુલ્લે આમ ગૂંડાગીરી  કરે છે. આ વિદ્યાર્થીઓ દાદાગીરીની ચરમસીમા વટાવી ગયા છે. આ વિદ્યાર્થીઓની દાદાગીરીની ફરિયાદો વધી જતાં આજે કોલેજના પ્રિન્સિપાલે તેમને સમજાવવા માટે કેબિનમાં બોલાવ્યા હતા, તે વખતે આ વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઇને કોબિનમાં રહેલું કુંડુ છુટ્ટુ ફેંક્યું હતું  અને પ્રિન્સિપાલને મારવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં કેબિનની બહાર નીકળીને આ તોફાની વિદ્યાર્થીઓએ તેમની પર છૂ્ટ્ટી ખૂરશી ફેંકી હતી અને કેબિનનો કાચ તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. 

એવું કહેવાય છે કે આ વિદ્યાર્થીઓ NSUI  સાથે સંકળાયેલા છે અને કોલેજમાં બીજા વિદ્યાર્થીઓ પર ખુલ્લે આમ દાદાગીરી કરે છે. આ દાદાગીરી કરનારા વિદ્યાર્થીઓમાં રબારી અર્જુન, રબારી ઝીલ, અને આકાશ દેસાઇનો સમાવેશ થાય છે. અગાઉ પણ આ વિદ્યાર્થીઓની હરકતોની અનેક ફરિયાદો થઇ ચુકી છે. 

એલ.ડી આર્ટ્સ કોલેજમાં થતી ચર્ચા પ્રમાણે અર્જુન રબારી એલ.ડી આર્ટ્સ કોલેજનો ઉપપ્રમુખ છે. આ લોકો કોલેજમાં વિદ્યાર્થીનીઓને હેરાન કરે છે. તેથી જુલાઇ મહીનામાં પણ તેમને બોલાવી સમજાવીને આ પ્રકારનું વર્તન  ફરી નહીં થાય તે અંગેનું માફીનામું પણ લખાવ્યું હતું. આ વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓને છરી બતાવીને ડરાવે છે.મહીલા અધ્યાપકોના ક્લાસીઝમાં ક્લાસના દરવાજા બંધ કરી દે છે. 

આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ NSUI  સાથે પણ સંકળાયેલા છે. આ વિદ્યાર્થીઓની હરકતથી ત્રાસીને એલ.ડી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ મહીપતસિંહ ચાવડાએ કેબિનમાં બોલાવ્યા હતાં ત્યારે જ જતા વેંત તેઓ ઉશ્કેરાઇ ગયા હતાં. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા ખૂરશી ફેંકી હતી અને ત્યારબાદ ત્રણેય નાસી ગયા હતાં. આથી પ્રિન્સિપાલે યુનિવર્સિટી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વિદ્યાર્થીઓએ તમામ હદ પાર કરી હોવાથી હવે કોલેજ રસ્ટીકેટ કરવા સુધીની કાર્યવાહી કરશે એમ તેમણે જણાવ્યું હતું. 

એલ.ડી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડા

એલ.ડી આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓ ગર્લ્સના વોશ રૂમમાં ખરાબ ગાળો લખે છે. કોલેજના ગ્રુપમાંથી નંબર લઇને છોકરીઓને ગંદા મેસેજ કરે છે. કોઇ છોકરી રીક્ષામાં જાય તો તેની પાછળ  પાછળ જાય છે. છોકરીઓના ફોટા પાડીને એકબીજાને ફોરવર્ડ કરે છે. આખી કોલેજમાં  આ વિદ્યાર્થીઓનો ત્રાસ છે અને વિદ્યાર્થીઓથી લઇને પ્રોફેસર,  પ્રિન્સિપાલ સહિતના તમામ પર દાદાગીરી કરે છે અને ત્રાસ પહોંચાડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

GUJARAT ELECTION / ચૂંટણી ડ્યૂટીમાં લગાવાયેલા પૈરામિલિટ્રી જવાને AK-56થી બે સાથીઓના લીધા જીવ, અન્ય 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

મોરબી! આમઆદમી પાર્ટીનો ગંભીર આરોપ/ ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાનો કર્યો પ્રયત્ન, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV