અમદાવાદઃ વટવા વિસ્તારમાં પથ્થરમારો, મૃતકના પરિવારમાં રોષ, જાણો કારણ

અમદાવાદના વટવા વિસ્તારમાં પત્થર મારો થયો હતો. વટવા પોલીસ સ્ટેશનમાં એક કેદીનું કસ્ટોડિયલ ડેથ થતાં સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ. ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોની તોડફોડ કરીને પથ્થરમારો કર્યો. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લેવા હળવો લાઠીચાર્જ પણ કર્યો. કસ્ટોડિયલ કેસમાં 45 વર્ષના આરોપીનું જેલમાં મોત થયું. જેને કારણે તેના પરિવાર સહિત સ્થાનિકો રોષે ભરાયા. પોલીસ કસ્ટડીમાં મારથી મોત થયું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter