GSTV

હોટસ્પોટ અમદાવાદથી કોરોના ફેલાયો, આ 4 જિલ્લાઓમાં પોઝિટિવ કેસનો આંક 100ને પાર

Corona

Last Updated on May 29, 2020 by Bansari

અમદાવાદમાં બેકાબૂ બનેલો કોરોના ગુજરાતના ગામડાઓમાં પણ ધીમે ધીમે પ્રસરી રહ્યો છે અને તેની પાછળનું કારણ છે અમદાવાદથી સતત થઇ રહેલો પલાયનવાદ. મોટી સંખ્યામાં હિજરત કરી રહેલા લોકોના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સાયલન્ટ કેરિયરો વધી રહ્યા છે. આદિવાસી વસ્તી ધરાવતાં પંચમહાલના એરલ ગામમાં અમદાવાદથી આવેલા 65 વર્ષીય વૃદ્ધામાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો જે પોઝિટિવ નીકળ્યો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં હવે અમદાવાદની ઓળખ કોરોનાની ફેક્ટ્રી તરીકે થઇ રહી છે. અમદાવાદના કારણે સૌથી વધુ જોખમ ગાંધીનગર અને આસપાસના ગામડાઓ માટે સર્જાયુ છે કારણ કે ગાંધીનગરમાં 237 કેસ સામે આવી ચુક્યા છે અને અન્ય જિલ્લાઓની સરખામણીએ અહીં કેસના પ્રમાણમાં મૃત્યુદર ઘણો ઉંચો છે.

કોરોના

હોટસ્પોટ સિવાયના આ 4 જિલ્લાોમાં સંક્રમણ વધ્યુ

ગુજરાતના હોટસ્પોટ સિવાયના ચાર જિલ્લાઓની વાત કરીએ તો અહીં કોરોનાના કેસોનો આંક 100ને પાર થઇ ચુક્યો છે. સૌથી વધુ વસ્તી ધરાવતા અને હોટસ્પોટ ન હોય તેવા ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં પણ કોરોના કેસની સંખ્યા 100ને વટાવી ગઇ છે. મહિસાગરમાં 105, મહેસાણામાં 104, બનાસકાઠામાં 102 અને અરવલ્લીમાં 101 કેસ નોંધાયા છે. જેમાંમહિસાગરમાં 11 ગર્ભવતી મહિલાઓ પણ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા અને આણંદમાં અનુક્રમે 97 અને 95 કેસ સામે આવ્યાં છે.

કુલ 15572 દર્દી, 960ના મોત અને 8003 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ113447805331
સુરત1465651007
વડોદરા94739530
ગાંધીનગર24113136
ભાવનગર120899
બનાસકાંઠા103480
આણંદ971077
અરવલ્લી102388
રાજકોટ104268
મહેસાણા105460
પંચમહાલ81768
બોટાદ59154
મહીસાગર113241
પાટણ76657
ખેડા64445
સાબરકાંઠા97331
જામનગર52235
ભરૂચ37329
કચ્છ75225
દાહોદ36022
ગીર-સોમનાથ45023
છોટાઉદેપુર24021
વલસાડ34110
નર્મદા18013
દેવભૂમિ દ્વારકા12011
જૂનાગઢ28012
નવસારી2308
પોરબંદર804
સુરેન્દ્રનગર32110
મોરબી402
તાપી602
ડાંગ202
અમરેલી802
અન્ય રાજ્ય1000
કુલ15,5729608003
કોરોના

રાજકોટમાં સ્થિતિ કાબૂમાં

ગુજરાતમાં કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ રાજકોટમાં સામે આવ્યો હતો. 19 માર્ચે પ્રથમ કેસ નોંધાયા બાદ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટને ગુજરાત સરકાર દ્વારા હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યાં હતા. જો કે આ પાંચ શહેરમાંથી રાજકોટની સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ હોય તેમ લાગી રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો અહીં બુધવાર સુધીમાં ડબલ ડિજિટમાં માત્ર 97 કેસ નોંધાયા હતાં. જો કે પ્રથમ કેસ નોંધાયાને 70 દિવસ થઇ ચુક્યા છે અને અહીં કોરોના સંક્રમિતોનો આંક 100ને વટાવી ગયો છે. જો કે રાહતની બાબત એ છે કે અન્ય ચાર શહેરો કરતાં મૃત્યુઆંક ઓછો છે.

Read Also

Related posts

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!