GSTV
Home » News » 1 કરોડની કિંમતના કોકેઈન સાથે આ આફ્રિકન શખ્સની ધરપકડ

1 કરોડની કિંમતના કોકેઈન સાથે આ આફ્રિકન શખ્સની ધરપકડ

અમદાવાદ એસઓજી પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી એક આફ્રિકન શખ્સની ધપરકડ કરી છે. એક કરોડ કરતા વધારાની કિંમતના કોઈકેન સાથે આ શખ્સની ધરપકડ કરાઇ છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્ઝનો જથ્થો આ શખ્સ જે રીતે લાવ્યો તે જોઇને સૌ કોઇ ચોંકી ગયા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ખાટલે બિરાજમાન આ આફ્રિકન શખ્સ દુબઇ એરપોર્ટની સિક્યૂરીટીને ભૂ પીવડાવીને અમદાવાદ સુધી પહોંચી ગયો છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટની સિક્યુરીટીને પણ આ મહાશયે ધંધે લગાવી છે. પરંતુ ડોમેસ્ટીક એરપોર્ટના સીઆઇએસએફના જવાનની સતર્કતાથી નશાનો આ સૌદાગર ઝડપાયો છે. 1 કરોડથી વધુની કિંમતનું કોકેઇન પેટમાં પ્લાસ્ટીકની કેપ્સ્યૂલ રૂપે ઉતારીને કોકેઇનને ગુજરાતમાં ઘૂસાડનાર આ શખ્સનું ઓપરેશન કરીને તેના પેટમાંથી આ કોકેઇન બહાર કઢાયુ છે. અમદાવાદ સિવિલમાં આ મહાશયનું ઓપરેશન કરીને કુલ 43 કેપ્સ્યૂલ બહાર કઢાઇ છે.

દુબઇથી કોકેઇન લાવીને અમદાવાદ આવનાર આ આફ્રિકન શખ્સ કોકેઇનને પ્લાસ્ટીક કેપ્સ્યૂલ બનાવીને ગળી ગયો હતો. જોકે, એરપોર્ટ પર બઝર વાગતા તેની સઘન તપાસમાં આ કોકેઇન પેટમાં હોવાનું દેખાયુ હતું. એસઓજી પોલીસે આ શખ્સનો આફ્રિકન પાસપોર્ટ સહિતની ચીજો જપ્ત કરીને તેની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!