GSTV
Ahmedabad ગુજરાત

અમદાવાદઃ નેશનલ ગેમ્સના નામે પ્રજાના પૈસાનો ધુમાડો!, શહેરના આ રસ્તોઓ પર કરાશે કરોડો રૂપિયાની રોશની

નેશનલ ગેમ્સના નામે અમદાવાદ મહાપાલિકા પ્રજાના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં રોશની કરવા જઈ રહી છે. પ્રજાની ફરિયાદો ભલે ન ઉકેલાય પણ વડાપ્રધાનની અમદાવાદ મુલાકાતને લઈને વિવિધ તૈયારી કરવામાં આવી રહી છે.

ત્યારે શહેરની વિવિધ જગ્યાએ રોશની કરવામાં આવશે. જેમાં ચારેક કરોનો ખર્ચ થશે. અને આ અંગેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. શહેરના એરપોર્ટ સંલગ્ન મુખ્ય રસ્તાઓ, એરપોર્ટ જતા સર્કલ, ખેલાડીઓ જે હોટલમાં રોકાયા ત્યાના મુખ્ય રસ્તાઓ પર રોશની કરાશે.

નેશનલ ગેમ્સના નામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રજાના પૈસે ધુમાડો કરવામાં આવશે. પ્રજાની ફરિયાદો ભલે નાં નાં ઉકેલાય પણ મહાનુભાવોનું સ્વાગત પ્રજાના પૈસાનો ધુમાડો કરી કરવું પડે.

વડાપ્રધાનની અમદાવાદની મુલાકાતને પગલે કોર્પોરેશન દ્વારા વિવિધ તૈયારીઓ કરાઈ રહી છે સાથે સાથે શહેરની વિવિધ જગ્યાએ રોશની કરવામાં આવશે અને આ માટે ચાર કરોડનો ધુમાડો કરવામાં આવશે.

ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. જે જગ્યાએ રોશની થશે તેની પર નજર કરીએ તો એરપોર્ટ સંલગ્ન મુખ્ય રસ્તાઓ, એરપોર્ટ જતા સર્કલો, ખેલાડીઓ જે હોટેલમાં રોકાયા છે તેને સંલગ્ન મુખ્ય માર્ગ, વિવિધ બ્રિજ સહિતનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda

અમદાવાદ / ઢોરવાડા ફૂલ થઈ જતા રખડતા ઢોર  પકડવાની કામગીરી પડી ધીમી

Hemal Vegda
GSTV