GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

લો બોલો! સ્માર્ટસિટી બની ભૂવા નગરી,પોશ વિસ્તારમાં ત્રણ વર્ષમાં પડ્યા 65 ભૂવા અને સમારકામ માટે ખર્ચ કર્યો કરોડો રૂપિયાનો

અમદાવાદ શહેર સ્માર્ટસિટી છે. ત્યારે સ્માર્ટસિટીનો ટેગ ધરાવતા અમદાવાદ શહેરના માત્ર પશ્ચિમના વિસ્તારોમાં જ છેલ્લા ત્રણ વર્ષમાં કુલ મળીને 65 જેટલા ભૂવા પડયા છે.જ્યારે સૌથી વધુ નવરંગપુરામાં 18 ભૂવા પડયા છે. ભૂવા પડયા બાદ તેના સમારકામ પાછળ રૂપિયા ત્રણ કરોડનો ખર્ચ તંત્રને સમારકામ પાછળ કરવો પડયો છે.

ત્રણ વર્ષમાં નવરંગપુરામાં 18,પાલડીમાં 15 વાસણામાં 9 ભૂવા પડયાં

અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી,મેગા સિટીનો ટેગ મળવાથી તંત્રના અધિકારીઓ અને શાસકપક્ષની ખુશીઓનો પાર નથી.સ્માર્ટસિટીના આ ટેગ પાછળ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં કયા વિસ્તારમાં કેટલા ભૂવા પડયા એ અંગે માહીતી અધિકાર હેઠળ એક નાગરિક દ્વારા માંગવામાં આવેલી માહીતીમાં માત્ર પશ્ચિમ ઝોનમાં જ ત્રણ વર્ષમાં કુલ 65 ભૂવા પડયા હોવાનું કહેવાયુ છે.

પશ્ચિમ ઝોનમાં જ ત્રણ વર્ષમાં કુલ 65 ભૂવા પડયા

આ ભૂવાઓના સમારકામ પાછળ રૂપિયા ત્રણ કરોડનો ખર્ચ કરાયો હોવાની વિગત બહાર આવી છે.પશ્ચિમ ઝોનના એડીશનલ સિટી ઈજનેરનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા સંપર્ક થઈ શકયો નથી. નવરંગપુરામાં સૌથી વધુ 18 અને મેયર બિજલ પટેલના પાલડી વોર્ડમાં અઢાર અને પક્ષનેતા અમિતશાહના વાસણા વોર્ડમાં પણ નવ ભૂવા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પડયા છે.

સમયસર તંત્ર દ્વારા ભૂવાના સમારકામની કામગીરી હાથ ધરવામાં ન આવતી હોવાથી લોકો પરેશાન

ભૂવા પડયા બાદ સમયસર તંત્ર દ્વારા ભૂવાના સમારકામની કામગીરી હાથ ધરવામાં ન આવતી હોવાથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થાય છે.માત્ર એક જ ઝોનની વિગતે તંત્રની પોલ ખોલી નાંખી છે.

ખોડિયારનગર-દાણીલીમડા રસ્તો બે વર્ષથી બંધ

દક્ષિણ ઝોનમાં ખોડિયારનગર ચાર રસ્તા સુધીનો રસ્તો ભૂવા પડવાના કારણે છેલ્લા બે વર્ષથી બંધ છે.સ્થાનિક કોર્પોરેટર કમળાબેન ચાવડાના કહેવા પ્રમાણે,પ્રોજેકટ વિભાગની બેદરકારીથી આ વર્ષે પણ આ રોડ પર વરસાદી પાણી ભરાવાની સંભાવના છે.ફેકટરીઓ દ્વારા છોડાતા કેમિકલયુકત પાણીને કારણે સ્ટ્રોમ ડ્રેનેજની લાઈનો ખવાઈ ગઈ છે.હાલ પ્રોજેકટ વિભાગ દ્વારા પાઈપો મુકી ચોમાસામાં સમારકામની કામગીરી હાથ ધરી છે જે પુરી થાય એમ લાગતુ નથી.

READ ALSO

Related posts

ભાજપના સાંસદે હદ વટાવી: ભગવાન રામ કરતા પણ મોટા બતાવી દીધા મોદીને, હવે જવાબ આપવો ભારે પડશે

Mansi Patel

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana

રાજ્યમાં કોરોનાના નવા 1078 નવા કેસ સાથે કુલ સંક્રમણ 67 હજાર નજીક, 50 હજાર જેટલા લોકોએ આપી છે કોરોનાને મ્હાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!