GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ/ શાહીબાગમાં વાહનોમાં તોડફોડ મામલો, પોલીસે પાંચ શખ્સોની કરી ધરપકડ

અમદાવાદ શહેરના શાહીબાગ હોળી ચકલા પાસે આઠ જેટલા વાહનોમાં તોડફોડ કરી આ વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરનારા પાંચ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હથિયારો સાથે અસામાજીક તત્વોએ 10થી વધુ વાહનોમાં તોડફોડ કરી. સીસીટીવીમાં દેખાતા પાંચ આરોપીની ધરપકડ કરી.

આરોપીના cctv આવ્યા સામે

  • શાહીબાગમાં વાહનોમાં તોડફોડ મામલો
  • આરોપીના cctv આવ્યા સામે
  • હાથમાં હથિયાર લઈને આંતક મચવતા cctv આવ્યા સામે
  • શાહીબાગ અને મેઘાણીનગર વિસ્તાર માં કરી વાહનોમાં તોડફોડ
  • 10 થી વધુ વાહનોમાં કરી તોડફોડ..
  • પોલીસે cctv માં દેખાતા પાંચ આરોપીની ધરપકડ
  • ફરાર ચાર આરોપીની શોધખોળ શરૂ કરી..
  • અસામાજિક તત્વોના આંતકથી સ્થાનિકમાં દહેશત વધી હતી..

જ્યારે ચાર આરોપીઓ ફરાર છે. કેસની વિગત પ્રમાણે અંગત અદાવતમાં યુવકે પોતાના જ પિતરાઈ ભાઈને મારવા માટે આઠ લોકોને મોકલ્યા હતા. જોકે, યુવક ન મળતા તેના ઘરની આસપાસમાં પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવાનો ખુલાસો થયો છે.

વધુમાં પોલીસની સઘન તપાસમાં આ ગેંગનું ચાઈના ગેંગ સાથે આરોપીઓનું કનેક્શન હોવાનું પણ ખુલ્યું છે. હાલ તો આ કેસમાં શાહીબાગ અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે અન્ય ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વિસ્તારમાં ભય ફેલાવનાર ગેંગ પોલીસના હાથે લાગતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

READ ALSO

Related posts

સુરક્ષાબળોને મળી સફળતા / જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો આતંકી ઝડપાયો, જાણો સમગ્ર મામલો

Hemal Vegda

ઉલટી ગંગા : ભાજપમાંથી આ નેતા કોંગ્રેસમાં જોડાયા, મોરબી જિલ્લાપંચાયત તોડવાની સોંપાઈ જવાબદારી

GSTV Web Desk

સાવધાન/ ભારતમાં દર 29માંથી 1 સ્ત્રીને થઈ રહ્યું છે બ્રેસ્ટ કેન્સર, કારણ ચોંકાવનારું

Hemal Vegda
GSTV