GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો ભરડો / શાહપુરના કોર્પોરેટર અને તેમના પુત્ર કોરોના પોઝિટિવ, SVP હોસ્પિટલમાં કરાયા દાખલ

Last Updated on April 8, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે. કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં થમવાનું નામ નથી લઇ રહ્યો. એમાંય મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વકરી છે. ગુજરાતમાં પણ સૌથી વધારે ખરાબ હાલત સુરત અને અમદાવાદની છે. ત્યારે અમદાવાદના શાહપુરના કોર્પોરેટર આરતીબેન પંચાલ અને તેઓનો દીકરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જેથી તેઓને SVP હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. પતિ ડૉક્ટર અને પોતે કોર્પોરેટર હોવા છતાં પણ તેઓને VIP રૂમના બદલે જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે.

કોરોના

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે તે સાથે મોતનો આંક પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે. રાજ્ય સરકારના આંક મુજબ રાજ્યમાં આજે કોરોનાથી 35 લોકો પોતાની જિંદગી હારી ચૂક્યા છે. રાજ્યમાં કોરોના મહામારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 4021 કેસ નોંધાયા છે. કોરોના મહામારીથી સ્થિતિ વિકટ બની છે. ગુજરાતમાં એક્ટિવ કેસનો આંક પણ તેના નવા રેકોર્ડે પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના વિકરાળ પંજામાં લોકો હોમાઈ રહ્યા છે.

10 મહિના બાદ આટલા મોત

રાજ્યમાં 21 જુલાઈએ કોરોનાથી 34 લોકોના મોત થયા હતાં. 5 જૂને 35 લોકોના મોત થયા હતા. અર્થાત 10 મહિના જેવા મોટા અંતરાલ બાદ ગુજરાતમાં કોરોનાનો કાળ પંજો ફરી રહ્યો છે. રાજ્યમાં સ્મશાનોમાં પણ કોરોના સંકમિતોના અગ્નિ સંસ્કાર કરવા માટે લાઈનો લાગી છે. શહેરી વિસ્તારોના સ્મશાનોમાં પણ વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફૂલ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ લોકો ટેસ્ટ પણ કરાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. ત્યારે બારસો બેડની કોવિડ હોસ્પિટલના હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. હોસ્પિટલનો અંદરનો વીડિયો સામે આવ્યો છે જેમાં હોસ્પિટલ કોરોના દર્દીઓથી રીતસર ઉભરાઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં રેકોર્ડબ્રેક ૮૦૪ કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના ફરી એક વખત રેકોર્ડબ્રેક ૮૦૪ કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત થવાથી વધુ છ લોકોના મોત થયા છે.શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સાથે ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ મળીને કોરોનાના ૭૩૩૨૩ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૨૫૮૯ ઉપર પહોંચવા પામી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર: જેલમાંથી બહાર આવશે લાલૂ પ્રસાદ યાદવ, હાઈકોર્ટે શરત સાથે જામીન મંજૂર કર્યા

Pravin Makwana

રસીકરણ/ દુનિયાને વેક્સિનનું દાન કરનાર ભારતમાં વેક્સિનના ડોઝ ખૂટ્યા, વિદેશી આયાતને ક્લિનિકલ ટ્રાયલ વિના મંજૂરી આપવા મજબૂર

Harshad Patel

કોરોનાનું સંક્રમણ વધતા AMCનો મોટો નિર્ણય, જમાલપુર અને વાસણા APMC શનિ-રવિ સંપૂર્ણ બંધ રહેશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!