GSTV
Home » News » અમદાવાદનાં SG હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 1નું મોત

અમદાવાદનાં SG હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 1નું મોત

અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે વહેલી સવારે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે. કર્ણાવતી ક્લાબ પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ટક્કર થઈ હતી. અને તેમાં એક વ્યક્તિનું મોત થયુ. જ્યારે પાંચ લોકો ઘાયલ થાય છે.

 ભુજ-ગોધરા રૂટની એસ.ટી. બસ સાથે ટેન્કર અથડાયુ હતું .અને તેમાં એસ.ટી. બસના દરવાજાના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

 વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને એસ.ટી.ના ડ્રાઇવરની ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માતમાં ટેન્કરનો ચાલક પણ ઘાયલ થયો હતો.

READ ALSO

Related posts

હાઉસફુલ 4 ખતરનાક લુકમાં નજરે આવ્યા સ્ટાર રાણા દગ્ગુબાતી, અક્ષયે શેર કર્યું મોશન પોસ્ટર

pratik shah

સુરતના જાણીતા ડાયમંડ વેપારીના અધિકારીની બેગ વિમાનમાથી ચોરી થતા ચકચાર

Nilesh Jethva

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત,

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!