GSTV

અમદાવાદમાંથી હાઈપ્રોફાઈલ સેક્સરેકેટ પકડાયું, વિદેશી યુવતીઓ સાથે એક રાતનો આટલો વસૂલાતો હતો ભાવ

Last Updated on June 29, 2020 by pratik shah

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનાં કહેરની વચ્ચે એક ચોંકાવાનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરનાં અતિ પોશ વિસ્તારમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અને ચોંકાવનારા ખુલાસાઓ બહાર આલવ્યા છે. શહેના મહિલા ક્રાઈમ બ્રાન્ચે સેટેલાઈટ વિસ્તારના શ્યામલ રો હાઉસના વિભાગ-2માં દરોડા પાડ્યા હતા. અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચને કુટણખાણાં વિશે બાતમી મળી હતી.

મહિલા ક્રાઈમ બ્રાન્ચને કુટણખાણાં વિશે બાતમી મળી

સેટેલાઈટ વિસ્તારના શ્યામલ રો હાઉસના વિભાગ-2માં દરોડા પાડ્યા

આ બાતમીનાં આધારે રેડ પાડીને સંચાલક યુવતી, તેના પતિ સહિત ત્રણને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી આ મહિલાએ મકાન ભાડે રાખ્યું હતું, અને 15 હજારનું ભાડુ પણ ચુકવતી હતી. અને આ મકાનમાં તે કુટણખાણું ચલાવતી હોવાનો પર્દાફાર્શ થયો છે.

ડમી ગ્રાહક મોકલીને મકાન નંબર 40માં દરોડા પાડ્યા

ક્રાઈમ બ્રાન્ચની મહિલા ટીમ બાતમીનાં આધારે સતર્ક થઈ હતી. ટીમે એક ડમી ગ્રાહક મોકલીને મકાન નંબર 40માં દરોડા પાડ્યા હતા. અને રેડ દરમ્યાન અનેક યુવતીઓ ઘરમાંથી મળી આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનામાં સંચાલક દંપતી આશા ઉર્ફે રીતુ પટેલ, તુષાર પટેલ તથા પાર્ટનર ભરત મકવાણાની ધરપકડ કરી ઉસ્માન નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.

વિદેશી યુવતીઓ પાસે દેહવ્યપારનો ધંધો કરાવતી

ઉલ્લેખનીય છે કે આ મહિલા ગ્રાહકો પાસેથી મોટી રકમ લઈને વિદેશી યુવતીઓ પાસે દેહવ્યપારનો ધંધો કરાવતી હતી. ઉલ્લેખનીય છે કે આ યુવતીઓ ઉઝબેક્સિતાનની હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હોવાના અહેવાલ મળ્યા છે. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉઝબેકિસ્તાનની યુવતીઓની સખ્તાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી

મહિલા ક્રાઈમ પોલીસે આ ઉઝબેકિસ્તાનની યુવતીઓની સખ્તાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે તેમને દિલ્હીથી ઉસ્માન નામનો વ્યક્તિ લાવી અમદાવાદ શહેરમાં દેહવ્યપાર માટે મોકલતો હતો.ઉલ્લેખનીય છે કે સમાજમાં આવા દૂષણ ફેલાવનારાઓની પોલીસે ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે, મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સેક્સ રેકેટ ચલાવનાર ત્રણ લોકોની ધરપકડ કરી સેટેલાઈટ વિસ્તારની આનંદનગર પોલીસને જાણ કરી હતી.

READ ALSO

Related posts

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

ભારે કરી! / કરોડોની ઉચાપત કરી પોસ્ટઓફીસનો ભેજાબાજ કર્મચારી રફુચક્કર, સોફ્ટવેરમાં દેખાડ્યાં બોગસ ટ્રાન્ઝેક્શન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!