GSTV
Home » News » જો તું સેક્સ ના કરવા દે તો કંઈ નહીં પણ તારી સહેલી હોય તો કહેજે કારણ કે મને ડૉક્ટરે કહ્યું છે

જો તું સેક્સ ના કરવા દે તો કંઈ નહીં પણ તારી સહેલી હોય તો કહેજે કારણ કે મને ડૉક્ટરે કહ્યું છે

રોજિંદા જીવનમાં ઘણી વખત સ્ત્રી સાથે એવી ઘટના બનતી હોય છે કે એ શેર નથી કરી શકતી. પરંતુ ઘણી મહિલાઓ આ વાતને સમાજમાં વહેતી કરે છે કારણ કે એ એવું કરવાની કોશિશ કરે કે કોઈ બીજી સ્ત્રી સાથે આવી ઘટના બને તો એ કહેતા હિંચકીચાઈ નહીં અને સમાજમાં એ બહાને જાગૃતતા આવી શકે. આ ઘટના છે ગુજરાતનાં અમદાવાદની. અમદાવાદમાં જુહાપૂરામાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

એક 24 વર્ષીય મહિલાએ શુક્રવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે 40 વર્ષીય એક અજ્ઞાત વ્યક્તિ ગુરૂવારે પોતાના ઘરમાં પ્રવેશ્યો હતો. આ પછી તેણે સ્ત્રીની બંને બાહો પકડી અને સેક્સ કરવાનું કહેવા લાગ્યો. ફરિયાદ કરનારે તેની ફરિયાદમાં પણ ઉલ્લેખ કર્યો છે કે તે વ્યક્તિએ મહિલાને સેક્સ કરવા પાછળ કેટલીય વખત કરગર્યો હતો. ફરિયાદ મુજબ આરોપી વ્યક્તિએ કહ્યું, ‘મારા ડૉક્ટરે મને સેક્સ માણવાની સલાહ આપી. જો તું મને પ્રેમ કરવા નહીં દે તો હું બીમાર થઈશ. ‘

પોલીસને ફરિયાદ આપવામાં આવી છે એમા કહેવામાં આવ્યું છે કે “મારો પતિ ઑફિસ ગયો હતો અને હું ઘરેલુ કામમાં વ્યસ્ત હતી. આ સમય દરમિયાન એક દાઢીવાળો વ્યક્તિ ઘરમાં આવી અને મને કહ્યું કે હું સુંદર છું અને તારી જેવી એક સ્ત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. ફક્ત એટલું જ નહિ, તે સ્ત્રીએ તેની ફરિયાદમાં કહ્યું છે કે “તે હાથ પકડીને કિસ કરવા લાગ્યો. આ પછી તેમણે એમ પણ કહ્યું કે ડોક્ટરે તેમને કહ્યું કે જો તેઓ સેક્સ નહીં કરે તો તે બીમાર પડી જશે. સ્ત્રી કહે છે કે ‘મેં તેને કહ્યું કે હું પહેલાથી જ પરિણિતા છું અને મારા પતિ નોકરી પર ગયા છે. પછી મેં તેને છોડવાનું કહ્યું. મેં તેને એમ પણ કહ્યું કે હું ગર્ભવતી છું. ‘

આ સમગ્ર ઘટના પછી આરોપીએ ફરિયાદીને કહ્યું કે તે તેના મિત્રની જેમ છે. આ રીતે તેને મનોરંજન કરવું જોઈએ. આરોપીએ મહિલાને એમ પણ કહ્યું કે તારી જેવી સ્ત્રી સાથે લગ્ન કરવામાં મદદ કર. મહિલાએ કહ્યું કે ‘તે માણસ મારો ફોન નંબર પણ પૂછતો હતો. જ્યારે મે કહ્યું કે તારી અને મારી ઉમરમાં ખૂબ તફાવત છે અને તે ઘરેથી નાસી છુટ્યો હતો.

READ ALSO

Related posts

સલમાન સહિતના સ્ટાર્સની મુસીબતમાં વધારો, કાળિયાર કેસ ચલાવવાની અરજી સ્વીકારાઈ

Mayur

સલમાનનો શર્ટલેસ અવતાર જોઇને ધબકારો ચુકી જશો, દબંગ-3માં સનસની મચાવવા તૈયાર છે ચુલબુલ પાંડે

Bansari

બૉયફ્રેન્ડને ટ્રોલ કરનારાઓને ‘બિગ બૉસ’ ફેમ આ HOT એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!