કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. પહેલી લહેર વખતે યોગ્ય સારવારનો અભાવ હતો, પરંતુ હવે વેકસિન શોધાઇ ગઇ છે ઘરે કોરોના ટેસ્ટ થઈ શકે તેની કીટ પણ બજારમાં મળતી થઈ ગઈ છે. જેથી લોકો ઘરે જ ટેસ્ટ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કિટના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે.

કોરોનાનો જે રીતે રાફડો ફાટ્યો છે, લોકોની ટેસ્ટીંગ માટે લાંબી લાઇનો લાગે છે તે લાઇનમાં ઉભા રહીને સંક્રમણનું જોખમ વધારવું તેના કરતા ઘરે જ બેઠા ટેસ્ટીંગ થઇ જાય તો સારુ રહે બસ આવો જ વિચાર કરીને લોકો કોરોના ટેસ્ટીંગની સેલ્ફ કીટની ધૂમ ખરીદી કરવા લાગ્યા છે. જેના કારણે છેલ્લા 3 દિવસમાં સેલ્ફ ટેસ્ટ કીટના વેચાણમમાં ભારે ઉછાળો આવ્યો છે. ત્રણ દિવસ પહેલા દરરોજ અંદાજે 1 હજાર જેટલી કીટ વેચાતી હતી જે હવે 15 હજારે પહોંચી છે.
ફાર્મા એસોસિએશનના પ્રમુખ જસુ પટેલના મતે ICMR એ આ ટેસ્ટ કિટને મંજૂરી આપી છે અને લગભગ તમામ દવાની દુકાનોમાં મળી રહે છે. આ કિટની 95 ટકા સક્સેસ રેટ છે. ખૂબજ આસાનીથી ટેસ્ટ થતો હોવાથી લોકો ઘરે ટેસ્ટ કરી શકે છે. લોકોમાં હવે ટેસ્ટને લઇને જાગૃકતા આવી હોવાના કારણે લોકો આ કિટનો ઉપયોગ કરી રહ્યા છે.

બીજી મહત્વની વાત એ છે કે ઘણા લોકો જાતે જ કોરોનાની સારવાર પણ કરવા લાગ્યા છે જે જોખમી છે. તેથી ટેસ્ટ કરીને જો પોઝિટીવ આવતા જ ડોકટર્સની સલાહ મુજબ દવા લેવી હિતાવહ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી