GSTV
Home » News » ભાજપનો કાર્યક્રમ છે તો ગુજરાતમાં નથી નડતા કોઈ કાયદાઓ પણ તમને બતાવાશે નિયમો

ભાજપનો કાર્યક્રમ છે તો ગુજરાતમાં નથી નડતા કોઈ કાયદાઓ પણ તમને બતાવાશે નિયમો

એક બાજુ ભારત પાકિસ્તાન સરહદે તણાવ છે યુધ્ધના ભણકારા વાગ્યા છે ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણી જીતવા કમર કસી છે. અમદાવાદ શહેર પોલીસે પણ યુધ્ધની પરિસ્થિતીને જોતાં સભા, સરઘસ, રેલી પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત ૧૪૪મી કલમ લાગુ કરી ચારથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી છે. બીજી બાજુ ભાજપે અમદાવાદમાં ૨જી માર્ચે વિજય સંકલ્પ રેલીઓનુ આયોજન કર્યુ છે.

આગામી ૪થી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદમાં મેટ્રો રેલથી માંડીને ન્યુ સિવિલ હોસ્પિટલનુ ય લોકપર્ણ કરવાનાં છે.સુરક્ષા ઉપરાંત યુધ્ધની સ્થિતીને પગલે અમદાવાદ શહેર પોલીસે ૧૪૪ કલમ લાગુ કરી દીધી છે. ભાજપ યુવા મોરચાએ ૨જી માર્ચે અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં વિજય સંકલ્પ રેલી યોજવા નક્કી કર્યુ છે. હવે સવાલ એ છેકે,આ પરિસ્થિતીમાં કોઇ સંસ્થા, સંગઠન, રાજકીય પક્ષને રેલી, સભા યોજવી હોય તો મંજૂરી મળતી નથી પણ ભાજપ જાણે અપવાદરૂપ હોય તેમ મંજૂરી મળી જાય છે તેવી ચર્ચા છે.

પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી ૨ માર્ચથી ૧૬ માર્ચ સુધી સભા-સરઘસ પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાનના આગમન પહેલાં ભાજપ અમદાવાદમાં જ નહીં, ગુજરાતમાં ચૂંટણી માહોલ ઉભો કરવામાં વ્યસ્ત બન્યુ છે.

Related posts

ગટર સાફ કરતી વખતે થતા મોત અંગે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

Nilesh Jethva

રણથંભોરમાં ફેલાઈ ખુશીઓની લહેર, T-73એ આપ્યો ત્રણ બચ્ચાઓને જન્મ

Mansi Patel

દુનિયામાં જળસંકટનો સામનો કરી રહેલા 400 શહેરોમાં ભારતનું આ શહેર પ્રથમ સ્થાને

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!