GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સાકાર-7 બિલ્ડિંગમાં શોટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી: 45ને બચાવાયા, એકનું મોત

આગ

આશ્રમરોડ પર નહેરૂબ્રિજ પાસે આવેલા સાકાર-7 બિલ્ડીંગના ભોંયતળિયે આજે બપોરે ઈલેકટ્રિક ડકમાં શોટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આગને કારણે ભારે ધુમાડો થયો હતો અને ચોથા માળ સુધી પહોંચી જતા ઓફિસોમાં કામ કરતા લોકોમાં ગુંગળામણને કારણે ભાગદોડ મચી ગઈ હતી. કેટલાય લોકો બચવા માટે ઓફિસોની વિન્ડોના કાચ તોડીને ગેલેરીમાં ઉભા રહી ગયા હતા. જેમાં એક યુવકનો પગ લપસતા તે ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા ઘટનાસ્થળેજ તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર કર્મચારીઓે ઘટનાસ્થળે પહોંચીને સિડી મારફતે 45 જણાને બચાવી લીધા હતા જ્યારે અન્ય લોકો બિલ્ડીંગની સિડી મારફતે નીચે આવી ગયા હતા.

નહેરૂબ્રિજ પાસે આવેલા સાકાર-7 બિલ્ડીંગના ભોૅયતળિયે આવેલા ઈલેકટ્રિક કેબલના ડકમાં 29 મેના રોજ બપોરે પોણા ત્રણ વાગ્યો શોટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જેને કારણે ભારે ધુમાડો ફેલાયો હતો અને ધુમાડો બિલ્ડીંગના ચોથા માળ સુધી પહોંચી ગયો હતો. બિલ્ડીંગની વિવિધ ઓફિસોમાં અંદાજે 100 જેટલા લોકો કામ કરતા હતા. ધુમાડાને કારણે ગૂંગળામણ થતા તેમણે ભાગડોદ મચાવી દીધી હતી. બીજીતરફ કેટલાક લોકો બચવા માટે ઓફિસની બારીઓના કાચ તોડીને બહાર આવેલી સાંકડી ગેલેરીમાં ઉભા રહી ગયા હતા.

જેમાં ત્રીજા માળની વિન્ડોની ગેલેરીમાં સાતથી આઠ શખ્સો એકઠા થઈ ગયા હતા. જેમાં એક યુવકનો પગ લપસતા તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. જેમાં તેના માથામાં ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.તપાસમાં તેનું નામ જયદીપસિંહ ભરતસિંહ ચાવડા (35) હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર કર્મચારીઓ ત્રણ વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ ટર્ન ટેબલ લેડર (ટીટીએલ) મારફતે 45 જણાને હેમખેમ બચાવી લીધા હતા. જ્યારે ફસાયેલા અન્ય લોકો બિલ્ડીંગની સિડી મારફતે નીચે આવી ગયા હતા, એમ ફાયરના ડિવીઝનલ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું. બિલ્ડીંગના ભોંયતળિયે આવેલા ઈલેક્ટ્રિક ડકમાં ઓવરલોડ થતા શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Read Also

Related posts

જે શાસનમાં કૂટનીતિનો સમાવેશ થતો હોય તે શાસનનો અંત નક્કી

Nilesh Jethva

ચીનને વધુ એક ઝટકો, યોગી સરકારે આ પ્રોજેક્ટનું ટેન્ડર કરી દીધું રદ

Harshad Patel

700+ની ક્લબમાં પહોંચ્યો લિયોનલ મેસ્સી, હવે પેલેના આ રેકોર્ડથી ફક્ત 13 ગોલ દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!