GSTV
Home » News » 40 વર્ષથી એક જ જગ્યાએ રહેતા 40 પરીવારોના સપના પર તંત્રનું બુલડોઝર

40 વર્ષથી એક જ જગ્યાએ રહેતા 40 પરીવારોના સપના પર તંત્રનું બુલડોઝર

માથે ચોમાસુ છે અને હવે રહેવા ક્યાં જવાનું તેવી ચિંતા અમદાવાદના સાબરમતીમાં વીસત પેટ્રોલપંપ સામે 40 વર્ષથી ઝૂંપડા બાંધીને રહેતા રહેવાસીઓને થઇ છે. સમગ્ર મામલો એવો છે કે 40 વર્ષથી આ જગ્યા પર રહેતા આ પરિવારો પાસે આ જગ્યાના રહેઠાણના તમામ પુરાવા છે, પરંતુ અણઘડ તંત્રએ રહેવાસીઓની વાતને આંખ આડા કાન કરી 40 પરિવારોના ઝૂંપડા પર બુલડોઝર ફેરવી દીધું.

 

અમદાવાદના સાબરમતીમાં વીસત પેટ્રોલપંપ સામે ઝૂંપડાં બાંધીને રહેતા 40 પરિવારોના ઝૂંપડા પર આજે કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધુ. 40 વર્ષથી આ જગ્યા પર રહેતા પરિવારો પાસે જગ્યા પર વર્ષોથી રહેતા હોવાના તમામ પુરાવા પણ છે. તેમણે આજે મ્યુનિસીપલ કમિશનર પાસે જઈને વૈકલ્પિક વ્યવસ્થા જ માંગી હતી અને તંત્રને રજૂઆત કરી હતી કે આ જગ્યા કોઈ પણ ખાલી ના કરાવે. પરંતુ તેમને તંત્ર તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં.

જેને કારણે કંટાળેલા પરિવારો પોતાની વેદનાને વાચા આપવા માટે કોર્પોરેશનમાં રહ્યાં હતાં. છેવટે 6.00 વાગે આ પરિવારોને કાંરજ પોલીસસ્ટેશન બે વાન ભરીને લઈ ગયા. તંત્રએ રહેમનજર રાખ્યા વગર નાના-નાના ચાર પાંચ વર્ષના બાળકોની માતાને પણ ઠાંસી-ઠાંસીને ગાડીમાં ભર્યા.

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 4 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!