GSTV
Ahmedabad Coronavirus Gujarat Trending ગુજરાત

અમદાવાદના શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્રમાં દોડધામ

અમદાવાદના શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા દિવસેને દિવસ વધી રહી છે. જે જિલ્લા વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કેસો વઘે નહિ તે માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાસ સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે ગ્રામ્યના જે 4 તાલુકામાં કોરોના પોઝિટીવના આંકડાઓ વધી રહ્યા છે ત્યા હવે ઈન્ટેન્સીવ સર્વેલન્સ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્યમાં સાણંદ અને બાવળામાં ઘરે ઘરે જઈને હેલ્થ વિભાગની ટીમ ગ્રામજનોનો સર્વે કરશે. સાથે જ શંકાસ્પદ લક્ષણવાળા વ્યક્તિના એન્ટિજેન ટેસ્ટ પણ કરવામાં આવશે. સાણંદ અને બાવળામાં ઈન્ટેન્સિવ સર્વેલન્સ પૂર્ણ કર્યા બાદ ઘોળકા અને વિરમગામ તાલુકામાં ઈન્ટેન્સિવ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV