GSTV
Home » News » અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં જોરદાર હંગામો, પ્રજાના પ્રશ્રોને બદલે CAA અને NRC ગાજ્યા

અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં જોરદાર હંગામો, પ્રજાના પ્રશ્રોને બદલે CAA અને NRC ગાજ્યા

અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભાની બેઠક મળવાની હોય એટલે શહેરીજનોને આશા અપેક્ષા હોય કે તેમના વિકટ પ્રશ્નોની ચર્ચા થશે. તેમના માટે કોઇ સારી જાહેરાત વિકાસના કાર્યોની વાતો થશે. પરંતુ લગભગ દર વખતે પ્રજાના પ્રશ્નોની ચર્ચા થશે તેવા આશય સાથે મળતી અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા અસામાન્ય બની જતી હોય છે અને આજે પણ કંઇક આવું જ થયું. સામાન્ય સભામાં હંગામેદાર બની ગઇ.

લઘુમતિ સમાજમાંથી આવતા કોંગ્રેસના કોર્પોરેટરે સીએએના વિરોધમાં હંગામો કરીને સામાન્ય સભાને હંગામેદાર બનાવી નાખી. તો જે બેઠક માટે કોર્પોરેટર શહેઝાદ પઠાણને સ્પેશિયલ જામીન અપાયા હતા તેઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પરંતુ આ બેઠકમાં પ્રજાના એક પણ પ્રશ્નોની ચર્ચા થઇ ન નહીં અને ભાજપે કોંગ્રેસનો અને કોંગ્રેસે સીએએ અને એનઆરસીના વિરોધ દર્શાવતા પોસ્ટર દેખાડીના પ્રજાના પ્રશ્નોને એવા ટલ્લે ચઢાવી દીધા કે સામાન્ય સભા ગણતરીની મિનિટમાં જ બરખાસ્ત કરવાની ફરજ પડી.

આ દ્રશ્યો જોઇને કોઇને પણ એવું લાગે કે શું આપણે આ માટે આ પ્રતિનિધીઓને ચૂંટીને મોકલ્યા હશે. જો કે આવા દ્રશ્યો કોઇ પહેલીવખત નથી જોવા મળ્યા. ભૂતકાળમાં પણ અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં ફાઇલો ઉડવા સહિતના બનાવો બની ચૂક્યા છે ત્યારે આ વખતે સામસામા આક્ષેપો કરીને સામાન્ય સભાનું કોકડુ વાળી દેવાયુ. અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં થયેલો હોબાળો શાસક પક્ષ દ્વારા ઇમરાન ખેડાવાળા પર કરાયેલા આક્ષેપ બાદ થયો.

જેમાં ઇમરાન ખેડાવાળાએ દિલ્હીના શાહીનબાગની મુલાકાત લેવાની વાતને લઇને ભાજપના સભ્યોએ આક્ષેપ કર્યા કે ઇમરાન ખેડાવાળાએ દિલ્હી જઇને દેશ વિરોધી પ્રવૃતિ કરી. તો આ વાતને લઇને વિપક્ષે વિરોધ નોંધાવીને શાસકપક્ષના આક્ષેપોને નકાર્યા. આ સાથે શાસક પક્ષે આક્ષેપ કર્યા કે ઇમરાન ખેડાવાળાએ પ્રધાનમંત્રીને અપશબ્દો કહ્યા. તે વાતને પણ વિપક્ષે નકારી હતી. આમ અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા હંગામેદાર બની ગઇ. બંને પક્ષના સભ્યોએ સામસામા પોસ્ટર બતાવીને વિરોધ કરતા અંતે સામાન્ય સભાને અટકાવી દેવાની ફરજ પડી હતી.

READ ALSO

Related posts

સરકારે 2018 ના નાણા AMTS ને ચુકવ્યા નથી ત્યાં ટ્રમ્પના આગમન સમયે ફરીથી 250 બસો માંગવામાં આવી

Nilesh Jethva

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

Karan
Do NOT follow this link or you will be banned from the site!