GSTV
Gujarat Government Advertisement

ગુજરાત બહારથી આવતા તમામને હવે સીધો પ્રવેશ નહીં, છેલ્લા 72 કલાકમાં કરાવેલો RTPCR ટેસ્ટ ફરજિયાત

Last Updated on May 5, 2021 by Pravin Makwana

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે સરકારે નિયમો સખ્ત કર્યા છે. જેમાં અન્ય રાજ્યો માઁથી અને ગુજરાત બહારથી આવતા તમામ લોકો માટે સખ્ત નિર્ણય લાદવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવેશ માટે તમામ લોકો માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અમદાવાદ વાસીઓ માટે RTPCR રિપોર્ટમાંથી તંત્રે જે રાહત 5 એપ્રિલે આપી હતી તે નિર્યણને એએમસી દ્વારા રદ કરાયો છે. હવે ગુજરાત બહારથી આવતા તમામ લોકોને છેલ્લા 72 કલાકની અંદર કરાવેલો RTPCR રિપોર્ટ ફરજિયાત બતાવવો પડશે.

છેલ્લા 72 કલાકની અંદર કરાવેલો RTPCR રિપોર્ટ ફરજિયાત બતાવવો પડશે

રાજ્યમાં 8 મહાનગરો ઉપરતાં 29 શહેરોમાં નિયમો લાગુ કરાયા

રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા કડન નિયમો અમલમાં મૂક્યા છે. જેમાં રાજ્યમાં 8 મહાનગરો ઉપરતાં 29 શહેરોમાં નિયમો લાગુ કરાયા છે. રાજ્યમાં હવે 36 શહેરોને નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યા છે. 6 મેથી 12 મે સુધી નિયમો લાગુ કરાયા છે. રાત્રે 8 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરાયા છે. રાધનપુર, કડી વિસનગરમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં પણ નિયમો લાગુ કરાયા છે.ધાર્મિક સંસ્થાનો બંધ રહેશે. ખાનગી, સરકારી કચેરીઓમા ં50 ટકાસ્ટાફ સાથે દુકાનો ઓફિસો ખુલ્લી રહેશે.

  • અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ ૭ શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો
  • ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે
  • આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે
  • લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
  • તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
  • પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
  • પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે

સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે.

આ સાથે જ 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પણ ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી સાથે કામકાજ કરી શક્શે, પરંતુ આ દરમિયાન તમામ સ્ટાફ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોના પાલન કરવાનું રહેશે જેનું ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરાશે. કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાર્યવાહી કરવાની પણ મુખ્યપ્રધાન રૂપાણીએ સ્પષ્ટ સૂચના આપી છે.

મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી હાઇપાવર કમિટીની બેઠકમાં CM રૂપાણી ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, મનોજકુમાર દાસ,આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ તથા પોલિસ મહાનિર્દેશક આશિષ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah

ICMRના હેડની ચેતવણી/ આ જિલ્લાઓમાં 6થી 8 સપ્તાહનું લોકડાઉન નહીં અપાય તો કોરોના બેકાબૂ બનશે, દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકા

Harshad Patel

ફફડાટ/ કોરોનાની બીજી લહેરની ચેન તોડવા મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવાયું, આ તારીખ સુધી માત્ર મળશે આ છૂટછાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!