GSTV

અમદાવાદ RTO કચેરીનો તઘલખી નિર્ણય, લાયસન્સની કામગીરી અન્ય સંસ્થાઓને સોંપી દેવાઈ

Last Updated on January 30, 2021 by Pritesh Mehta

કોરોના કાળ પહેલાથી અમદાવાદ સહીતની રાજ્યભરની RTO કચેરીઓમાં લર્નિંગ લાયસન્સ એટલેકે કાચા લાયસન્સની કામગીરી એકા એક ITI તથા પોલીટેકનીક સંસ્થાઓને આપી દેવામાં આવી છે જેના લીધે ઘણી ખામીઓ પણ સર્જાઈ રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે અને આ તઘલગી નિર્ણય કોના કહેવાથી લેવામાં આવ્યો તેને લઈને હજી સુધી સરકારને પણ જાણ નથી તેવી વાતો સંભળાઈ રહી છે.

RTO

મહત્વનું છે કે લેવાયેલા આ નિર્ણયના પગલે આરટીઓ કચેરીમાં અડધા ડજન સ્ટાફ પાસે હાલ કોઈ કામગીરી રહેલી જ નથી. ઉપરાંત ITI અને પોલીટેકનીક વિભાગને આ કામગીરી સોપાતા જે બેકલોગની એન્ટ્રીની સમસ્યા અને આરટીઓ માંથી લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં ઘણો લાંબો સમય વાહન માલિકે જોવો પડે છે.

ઉલેખનીય છે કે લેવાયેલા આ તઘલગી નિર્ણયને લીધે આરટીઓના કર્મચારીઓ સરકારનો પગાર લગભગ એકાદ વર્ષથી મફત લઇ રહ્યા હોય તેવી પરિસ્થતિ સર્જાઈ છે. ત્યારે આ તમમાં સમસ્યાઓને લઈને ગુજરાત મોટર વ્હીકલ ડીપાર્ટમેન્ટ ટેકનીકલ ઓફિસર એસોસીએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરાઈ છે પરંતુ હજી સુધી પરિસ્થતિમાં કોઈ સુધારો આવ્યો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી શરૂ: સરકાર કરી રહી છે વાતચીત, જાણો કેવી રીતે કરશે કામ

Zainul Ansari

Indian Railways : રેલવેએ યુવાનો માટે શરૂ કરી રેલ કૌશલ વિકાસ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે આપશે તાલીમ

Vishvesh Dave

ચમત્કાર / મૃત્યુના 45 મિનિટ બાદ ફરી જીવતી થઇ ગઈ મહિલા, હાર્ટ એટેકથી થયું હતું મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!