અમદાવાદ આરટીઓ છતના કારણે ચર્ચામાં, છેલ્લા છ માસમાં બીજી વખત..

અમદાવાદનું આરટીઓ ફરિવાર ચર્ચામાં આવ્યુ છે. આરટીઓમાં છત તુટી પડતા થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા છ માસમાં બીજી વખત છત તુટી પડી. જેના કારણે પંખા અને પીઓપીને નુકસાન થયુ હતુ. જોકે સદનસિબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. આરટીઓની ઇમારત વર્ષો જૂની હોવાના કારણે હવે ઇમારત પણ વૃદ્ધ થઈ ગઈ છે.

આરટીઓ દ્વારા અનેકવાર નવી જગ્યા ફાળવવાની રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈપણ પ્રકારના નકર પગલા ભરવામાં આવતા નથી. ત્યારે સવાલ એ છે કે, આરટીઓમાં મોટી સંખ્યામાં અરજદારો આવે છે ત્યારે આવી ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ આરટીઓની ઇમારત જૂની હોવા ઉપરાંત આરટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. સ્વચ્છતાના નામે આરટીઓ હમેશા મીંડુ રહ્યું છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter