GSTV

ખતરો: શહેરમાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો, દર્દીઓથી ઉભરાયા દવાખાના

Last Updated on August 18, 2021 by Pritesh Mehta

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સરકારી હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. પૂર્વ અને પશ્ચિમ દરેક વિસ્તારમાં રોગચાળો છે. શાહપુર, દુધેશ્વર, દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા, સરખેજ, ગોમતીપુર સહિત ચાલી ધરાવતા વિસ્તારમાં કેસ વધુ આવી રહ્યા છે.

રોગચાળો

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCના હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં કરેલી કાર્યવાહી જોઈએ તો શહેરમાં 2300 ઉપર વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1200 જેટલાને નોટિસ અપાઈ. તેમજ 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો 3 લાખ ઉપર ઘરમાં ફોગીંગ કર્યું જોકે તેમ છતાં રોગચાળો અટકી નથી રહ્યો. તંત્ર દ્વારા ત્રણ લાખ ઘરમાં ફોગીંગ કર્યુ હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

અમદાવાદમાં રોગચાળો

રોગ: મેેલેરીયા

વર્ષરોગ
2019૪૧૨૦
2020૬૧૮
2021૨૭૮

રોગ: ઝેરી મેલેરિયા

વર્ષરોગ
2019૨૦૪
2020૬૪
2021૧૫

રોગ: ડેન્ગ્યુ

વર્ષરોગ
2019૪૫૪૭
2020૪૩૨
2021૨૩૬

રોગ: ચિકનગુનિયા

વર્ષરોગ
2019૧૮૩
2020૯૨૩
2021૨૨૯

રોગ: ઝાડા ઉલ્ટી

વર્ષરોગ
2019૭૧૬૧
2020૨૦૭૨
2021૨૨૪૬

રોગ: કમળો

વર્ષરોગ
2019૨૯૨૨
2020૬૬૪
2021૬૮૭

રોગ: ટાઇફોઇડ

વર્ષરોગ
2019૫૨૬૭
2020૧૩૩૮
2021૧૧૧૯

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

કરોડોનું આંધણ/ તળાવોના બ્યુટિફિકેશનમાંથી કૌભાંડનો કદરૂપો ચહેરો જ ડોકાઇ રહ્યો છે, કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તળાવોમાં ઢોર ફરતા દેખાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!