GSTV

રિવરફ્રન્ટ પર હવે પ્રેમી પંખીડા તો નથી દેખાતા, પણ ખુલ્લામાં બેસી કોલ સેન્ટર ચલાવી થાય છે મોટી ઠગાઈ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો આમ તો હરવા-ફરવા આવતા હોય છે. અને કોલેજના કે સ્કૂલના સમયે તો પ્રેમી પંખીડાઓ પણ આવતા નજરે પડે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ મેદાનમાં કોલ સેન્ટર ચલાવનાર પણ બેસવા લાગ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટના મેદાનમાંથી પોલીસે એવા બે લોકોની ધરપકડ કરી છે. રીયાઝ શેખ અને સ્વપ્નિલ ક્રિશ્ચન નામના આ આરોપીઓ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હોય તેમ વાહન પર બેસી લેપટોપમાંથી વિદેશી નાગરિકોને છેતરવાનું કોલ સેન્ટર ચલાવતા હતાં. પોલીસે તપાસ કરી તો જમાલપુર સર્કલ પાસે ખુલ્લા મેદાનમાં આ બંને લોકો એક્ટીવા પર બેસીને પોતાના લેપટોપમાં ડમી કોલસેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ મેઘાણીનગર પોલીસે 84 લાખના મુદ્દામાલ સાથે દીપેશ નામના શખ્સને ઝડપ્યો હતો. તે જેલમાંથી છૂટ્યા બાદ તેના વતી આ બંને આરોપીઓ કામ કરત હતા.

બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે લેપટોપમાં પે ડે પ્રોસેસ કરી ઇન્ટરનેશનલ કોલ કરી દેશના નાગરિકોને લોન બાબતે લોભામણી સ્કીમ આપી ઠગાઈ કરતા હતા. આટલું જ નહીં એક ચિપ અને એપ્લિકેશન મારફતે વિદેશમાં લોકોને ફોન કરી લોનની લાલચ આપતા હતા. આ બંનેના લેપટોપમાં કુલ ૩૪ જેટલા આઈકોન તથા ફાઈલ અને ૧૬ જેટલી એક્સેલ ફાઈલ પણ મળી આવી હતી. આ તમામ ફાઇલોમાં વિદેશના નાગરિકનો ડેટા હતો. જ્યારે આ બંને શખ્શો વિદેશી કસ્ટમરની લીડની ફાઈલો પણ રાખતા. બન્ને આરોપીઓના મોબાઇલ ફોન અને લેપટોપ હાલ કબ્જે કરાયા છે. આરોપીઓ મેઘાણી નગરના દીપેશ ઉર્ફે નિખિલ પાસેથી લીડ મેળવતા હતો. આ એ જ દીપેશ છે, જેને થોડા વર્ષ પહેલા 84 લાખના મુદ્દામાલ સાથે મેઘાણીનગર પોલીસે ડમી કોલસેન્ટર ચલાવવાના ગુનામાં પકડ્યો હતો.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપી ઓ એરેસ્ટ વોરન્ટ પણ સાથે રાખતા. જો કોઈ લોન માટે માને નહી તો તે વોરન્ટ બતાવી ડરાવવામાં આવતા. આરોપી સ્વપ્નિલ ક્રિશ્ચન હોવાથી તે સારું અંગ્રેજી બોલતો હોવાથી તેને વધુ કોલ કરવાની પણ જવાબદારી સોંપી હતી. ત્યારે આરોપીઓની પૂછપરછમાં વધુ શું સામે આવે છે તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!