GSTV

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Last Updated on July 25, 2021 by Zainul Ansari

કરોડોના ખર્ચે બનાવેલ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો.. કારણકે રિવરફ્રન્ટ પર મોટાભાગની જગ્યા એવી છે કે જ્યાં સી સી ટી વી કેમેરા લગાવેલ જ નથી. જેને પરિણામે કોઈપણ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે પોલીસ ચોપડે અનેક ગુનાઓ હજુ પણ વણઉકેલ્યા રહ્યા છે.

સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે ચાલુ વર્ષની વાત કરીએ તો રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના આશરે 10થી વધુ ગુના દાખલ થયા છે. જેમાં 5 જેટલા ગુનાઓનો ભેદ હજુ પણ પોલીસ ઉકેલાયો નથી. જ્યારે આત્મહત્યાના 50થી વધુ બનાવો બન્યા છે. જેમાં 10થી વધુ એવા મૃતદેહો છે કે જેની ઓળખ પોલીસ કરી શકી નથી.

અમદાવાદની આઈશા આપઘાત કરતા રિવરફ્રન્ટની સુરક્ષા પર અનેક સવાલો ઉઠ્યા હતા

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પતિના ત્રાસથી કંટાળી અમદાવાદના વટવાની આઈશાએ સાબરમતિ નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે સાબરમતિ રિવરફ્રન્ટની સુરક્ષાને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો હતો. જોકે હજુ સુધી કોઇ નક્કર પગલા લેવામાં નથી આવ્યા.

Read Also

Related posts

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!