GSTV

આરંભે શુરા કહેવત અમદાવાદ મહાનગરપાલિકાને લાગુ, રીવરફ્રન્ટના ઘણા પ્રોજેક્ટ બંધ થઈ ગયા અથવા ના થયા પૂર્ણ

Last Updated on July 25, 2021 by pratik shah

આરંભે શુરા કહેવત અમદાવાદ મહાનગરપાલિકાને લાગુ પડે છે.. રીવરફ્રન્ટ પર પ્રોજેક્ટ હાથ ધરવામા આવ્યા છે..પરંતુ ભૂતકાળના રીવરફ્રન્ટના કેટલાક એવા પ્રોજેક્ટ છે જે પૂર્ણ થઇ શક્યા નથી અથવા બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા સાબરમતી રીવરફ્રરન્ટના ગુણગાન ગાઇ રહી છેરીવરફ્રંટ પર સ્પોર્ટ કોમપ્લેક્ષ- વોક વે બ્રીઝ –બાયોડાઇવર્સીટી પાર્ક ફેઝ ટુ સહિતની કામગીરી ચાલી રહી છે. જોકે ભૂતકાળમા મહાનગરપાલિકા દ્વારા કેટલીક જાહેરાત કરવામા આવી હતી જે જાહેરાત જ બની રહી છે અથવા શરુ કરેલો પ્રોજેક્ટ બંધ કરવામા આવ્યો છે. આ બાબતની વિપક્ષે ટીકા કરતા જણાવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે વિવિધ પ્રોજેકટ શરુ કરવામા આવે છે.. પરંતુ યોગ્ય આયોજનના અભાવે તેનું બાળ મરણ થાય છે અથવા તેનુ અમલીકરણ થતુ નથી .

રીવરફ્રન્ટ

રીવરફ્રંટના આવા જ પ્રોજેક્ટોની વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2015માં આ એક્ટીવીટી શરુ કરવામા આવી હતી..
આ એક્ટીવીટીનો ચાર્જ 300 થી 400 જેટલો હોવાથી પાછળથી લોકોએ તેમા બહુ રસ દાખવ્યો નહીં.

ઝીપ લાઇન પ્રોજેક્ટ નિષ્ફળ ગયો.


એમા પણ સી પ્લેનનું આગમન થતા સી પ્લેનના સંચાલનમા ઝીપ લાઇન અવરોધ રુપ બનતા તે બંધ કરી દેવામા આવી.


જાન્યુઆરી 21માં માસમા શરુ કરેલી ક્રુઝ બોટ સેવા હાલ બંધ છેતે ફરી ક્યારે ચાલુ થશે તે એક પ્રશ્ન છે. તંત્રનુ કહેવુ છે કે ક્રુઝ શરુ કરવા માટે જરુરી મંજુરી માટેની કામગીરી ચાલી રહી છે અને આગામી દિવસોમા તે ફરી શરુ કરવામા આવશે.. વિદેશથી આવેલ આ બોટમાં એક સાથે 60 લોકો મુસાફરી કરી શકે છે. બોટ ની સ્પીડ કલાકના ૮0 કિલોમીટરની છે.

સી પ્લેન

સી પ્લેન પ્રોજેક્ટ


સી પ્લેન પ્રોજેક્ટ કોર્પોરેશનનો નહીં પરંતુ સરકારનો પ્રોજેક્ટ હતો.. પરંતુ અમદાવાદના રીવરફ્રન્ટ પર શરુ કર્યો હોવાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો..આ સેવા શરુ કરવા મહાનગરપાલિકા દ્વારા રાતો રાત જરુરી કામગીરી કરવામા આવી હતી..પરંતુ સી પ્લેન સેવા બંધ કરવામા આવી છે.લોકાર્પણના થોડા દિવસમાં પ્લેનમાં ટેક્નીકલ ખરાબી સર્જાતા તે સેવા બંધ કરી દેવામા આવી અને પ્લેનને મેન્ટનન્સ માટે માલદીવ મોકલી આપવામા આવ્યું હતું.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીપીપી ધોરણે પાણીમાં ચાલતી એમ્ફીબીયસ શરુ કરવાનો નિર્ણય કર્યો હતો..
25 લાખની બસ ચીનથી અમદાવાદના આંગણે આવી ગઇ પણ તેમાં ટેકનિકલ ખામી હોવાને કારણે હારી થાકીને તેને પરત મોકલવામા આવી.

લંડન આઈ


કોર્પોરેશન દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ ખાતે લંડન આઇનો પ્રોજ્કટ કરવાની જાહેરાત કરવામા આવી..આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સાબરમતી રીવરફ્ર્નટ ડેવલપમેન્ટ કંપની દ્વારા રીવરફ્રન્ટના કીનારે એનઆઇડીના પાછળના ભાગે 20 હજાર ચોરસ મીટર જેટલી જમીન પર આ પ્રોજેક્ટ શરુ કરવાની વાત કરવામા આવી હતી જે હજુ શરુ કરી શકાયો નથી.

ફોલોટીંગ રેસ્ટોરન્ટ


વિદેશમા જોવા મળતી ફોલોટીંગ રેસ્ટોરા પીપીપી ધોરણે શરુ કરવાની વાત વર્ષોથી કરાય છે પણ કોઇ નક્કર કાર્યવાહી કરાઇ નથી. આમ આ બધા પ્રોજેક્ટ તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે.વિદેશ જેવુ અનુકરણ કરવા જાય છે પરંતુ યોગ્ય આયોજનના અભાવ કે આંધળા અનુકરણને કારણે પ્રોજેક્ટ સફળ થતા નથી.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!