GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અમદાવાદ 34 દિવસમાં કોરોનાના 1 હજારથી 10 હજાર કેસ પર પહોંચ્યું, દર 1 હજાર કેસ ક્યારે નોંધાયા તમે જ જોઈલો

લોકડાઉન


ગુજરાતમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતમાં 13669 કેસ નોંધાયા છે તેમાંથી 10,000 જેટલા કેસો તો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. દેશમાં કોરોના પોઝીટીવ કેસમાં મુંબઈ બાદ અમદાવાદ બીજા નંબરે પહોંચ્યું છે. તો ચેન્નઈ ત્રીજા નંબરે 10 હજાર નજીક છે. અમદાવાદમાં 34 દિવસમાં 1 હજારથી 10 હજાર કેસ પર અમદાવાદ પહોંચ્યું અમદાવાદમાં છેલ્લા 23 દિવસમાં વધુ 7 હજાર કેસ નોંધાયા છે.

સૌથી પ્રથમ 1000 કેસ 19 એપ્રિલમાં નોંધાયા

અમદાવાદમાં સૌથી પ્રથમ 1000 કેસ 19 એપ્રિલમાં નોંધાયા હતા. 19 એપ્રિલે કુલ 1089 કેસ થયા હતા. તે પછી 25 એપ્રિલે 2000નો આંક પાર થયો હતો. આ દિવસે નવા 182 કેસ ઉમેરાતા કુલ આંક 2003 થયો હતો. 2 હજારથી 3 હજારનો આંક થતા વધુ 5 દિવસ લાગ્યા હતા. 30 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કોરોનાના 3026 દર્દીઓ હતા. અને એ વખતે મોતનો આંક 149 થયો હતો.
4 મેના રોજ 4 હજારનો આંક પાર થઈને 4076 થયો હતો. તો મોતની સંખ્યા પણ 234 પર પહોંચી ગઈ હતી. 7 મેના રોજ અમદાવાદમાં પોઝીટીવ કેસનો આંક 5000 નજીક 4991 થયો હતો. 11 મેના રોજ 6000નો આંક પસાર કરીને કુલ આંક 6086 થયો હતો. 15 મેના રોજ 7000નો આંક પાર થઈને 7171 થયો હતો.

આંકમાં ઓચિંતો જ વધારો થયો

આ દરમિયાન અમદાવાદમાં સુપરસ્પ્રેડરો ના દરરોજના કેસ એક જ દિવસે આવતા આંકમાં ઓચિંતો જ વધારો થયો હતો. મે મહિનામાં છેલ્લા 23 દિવસમાં જ 7 હજાર નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં મે મહિનામાં એવરેજ દરરોજ નવા 304થી વધારે કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી 669 લોકોના મોત થયા છે.

કોરોનાનો કહેર ગુજરાતમાં સતત વધી રહ્યો છે, ત્યારે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 27 લોકોનાં મોત પણ થયા છે. સાથે જ 289 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. નવા 396 કેસમાંથી અમદાવાદ 277, વડોદરામાં 35, સુરતમાં 29, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, ગીર સોમનાથમાં 6, અરવલ્લીમાં 5, રાજકોટમા 4, મહેસાણામાં 4, આણંદમાં 3, તાપીમાં 3, મહિસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી 2-2, નવસારી, પોરબંદર અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે. તે સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંત 13669 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મોતનો આંક 829 છે તો, ડિટ્ચાર્જ થયેલ દર્દીનો આંક 6169 છે. સાથે જ 10,001 કેસ સાથે અમદાવાદ સૌથી મોખરે છે.

આજે નોંધાયેલા પોઝિટિવ કેસની જિલ્લા પ્રમાણે વિગત

આજે નોંધાયેલા મરણ અને ડિટ્ચાર્જ કેસની વિગત

રાજ્યમા જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસની વિગત

અમદાવાદમાં 10,001, વડોદરામાં 806, સુરતમાં 1285, રાજકોટમાં 87, ભાવનગરમાં 114, આણંદમાં 90, ગાંધીનગરમાં 210, પાટણમાં 71, ભરૂચમા 37, નર્મદામાં 15, બનાસકાંઠામાં 99, પંચમહાલમાં 72, છોટાઉદેપુરમા 22, અરવલ્લીમાં 98, મહેસાણામાં 99, કચ્છમાં 64, બોટાદમાં 56, પોરબંદરમાં 6, ગીર-સોમનાથમાં 44, દાહોદમાં 32, ખેડામાં 59, મહીસાગરમાં 79, સાબરકાંઠામાં 63, નવસારીમાં 15, વલસાડમાં 18, ડાંગમાં 2, દ્વારકામા 12, તાપીમાં 6, જામનગરમાં 46, જૂનાગઢમાં 26, મોરબીમાં 3, સુરેન્દ્રનગરમાં 23, અમરેલીમાં 4 કેસ નોંધાયા છે.

લેબોરેટરી પરીક્ષણની વિગત

અમરેલીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા. આ સાથે કોરોનાના કેસની સંખ્યા ચાર થઈ છે. સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામે 45 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ મહિલાના ઘરે કેટલાક લોકો સુરતથી આવ્યા હતા. જેથી નાના ઝીંઝુડા ગામને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં  આવ્યુ છે. આ ઉપરાંત ચાડીયા ગામના પુરૂષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. ત્યારે આ દર્દીઓના સંપર્કમાં આવેલા  તમામ લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

આદિવાસી પર થયેલા અત્યાચાર મામલે રોષ, ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

Nilesh Jethva

પતિ 20 દિવસના દીકરાને છોડી અન્ય યુવતી સાથે ભાગી જતાં પત્નીને ભર્યું આ પગલું

Nilesh Jethva

અડવાણીના ખાસ અને મોદીના કટ્ટર હરિફ એવા આ મુખ્યમંત્રી મોદીના મોંફાટ કરી રહ્યાં છે વખાણ, પીએમ થઈ જશે ખુશ

Karan
Do NOT follow this link or you will be banned from the site!