GSTV

અમદાવાદ / રત્નમણિ મેટલ્સ પર આવકવેરા વિભાગનો સકંજો, દરોડા દરમિયાન 200 કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

રત્નમણિ મેટલ્સ

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

7 દિવસ પુર્વે 23 નવેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં ઇનકમ ટેક્સ વિભાગે રત્નમણિ મેટલ્સ પર દરોડાની કાર્યવાહીમાં કુલ 40 જગ્યા પર IT ના દરોડા પાડ્યા હતા. જેમા આવકવેરા વિભાગને મોટી સફળતા મળી છે. આવકવેરા વિભાગને અમદાવાદ રત્નમણિમાં તપાસ દરમિયાન વધુ 15 લોકર મળી આવ્યા છે. સમગ્ર તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રત્નમણિ મેટલ્સ

આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ,મુંબઇ, અને દિલ્હી સહિત શહેરોમાં તપાસ કરવામા આવી હતી. અમદાવાદમાં એકસાથે 25 સ્થળે જેમાં રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવી ઉપરાંત કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી થઈ હતી. ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે હાથ ધરાયો હતો. ઇન્કમટેક્ષનાં 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા.

અમદાવાદ રત્નમણિમાં ઇન્કમટેક્સની રેડ દરમિયાન વધુ 15 લોકર મળી આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા 1 કરોડ જેટલી રોકડ રકમ સીઝ કરવામાં આવી છે. જ્યારે 5 કરોડ રૂપિયાની જવેલરી પણ મળી આવી છે. ઉપરાંત 200 કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આ સમગ્ર તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

વિધાનસભા ચૂંટણીની તૈયારી / ગુજરાત યુથ કોંગ્રેસે જનરલ સેક્રેટરીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી, જુઓ કોણ ક્યા કરશે સંગઠન માટે કામ

GSTV Web Desk

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!