GSTV

મોટા સમાચાર/ અમદાવાદ રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ, જનતા કરફ્યુ સાથે નીકળશે ભગવાન નગરચર્યાએ

Last Updated on June 18, 2021 by Karan

અમદાવાદ શહેરના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા કાઢવાની તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેથી હવે કોરોનાકાળમાં જનતા કર્ફયૂ વચ્ચે શહેરમાં રથયાત્રા નીકળશે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની જીપ, ત્રણેય રથ સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળશે.

રથયાત્રા

જો કે, આ વર્ષે રથયાત્રામાં સામાન્ય જનતા નહિ જોડાઈ શકે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા નીકળે તો નિયમોના પાલનની પોળમાં રહેતા લોકોએ લાગણી વ્યક્ત કરી હતી. આમ છતાં કોરોના પ્રોટોકોલને લઇ સરકાર રથયાત્રા માટે ગાઇડલાઇન જાહેર કરશે.

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની અસમંજસતા વચ્ચે શહેર પોલીસ દ્વારા જગન્નાથ મંદિર પરિસરમાં સવાર-સાંજ બે વખત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.  આ સાથે રથયાત્રાના સંભવિત રૂટ ઉપર પણ ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરાયું.. રથયાત્રાની સુરક્ષાની જવાબદારી પણ ગુજરાત પોલીસના શીરે રહેતી હોય છે.

 • ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા
 • ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મોટા સમાચાર
 • રથયાત્રાને લઇ સૌથી મોટા સચોટ સમાચાર
 • ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે
 • તંત્રએ રથયાત્રા કાઢવાની તૈયારીઓ કરી પૂર્ણ
 • જનતા કર્ફ્યુની વચ્ચે શહેરમાં નીકળશે રથયાત્રા
 • મહંતની જીપ, ત્રણેય રથ અને પોલીસ બંધોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા
 • રથયાત્રામાં સામાન્ય જનતા નહિ જોડાઈ શકે
 • કોરોના પ્રોટોકોલને લઇ સરકાર રથયાત્રા માટે ગાઇડલાઇન કરશે જાહેર
 • પોળમાં રહેતા લોકોએ વ્યક્ત કરી લાગણી
 • સરકારની ગાઇડલાઇન મુજબ રથયાત્રા નીકળશે તો નિયમોનું પાલન કરવાની આપી ખાતરી
 • પોળમાં ગૂંજ્યા જય રણછોડ, માખણ ચોરના નાદ
 • જુઓ રથયાત્રા પહેલા અમદાવાદની પોળોમાં કેવો છે માહોલ

અમદાવાદમાં રથયાત્રાની અનિશ્ચિતતા વચ્ચે જળયાત્રાને મંજૂરી મળી છે. જળયાત્રાને લઈને પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જળયાત્રાના આયોજન માટે જગન્નાથ મંદિરમાં ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાવામાં આવી. જેમા જળયાત્રાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી.

રથયાત્રા

આ વખતે 108 કળશની જગ્યાએ માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. અને કોઈ પણ ભજન મંડળી જળયાત્રામાં સામેલ નહીં થઈ શકે. જળયાત્રામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સામેલ થશે.

જળયાત્રામાં એક ગજરાજ પણ સામેલ થશે.  આ ઉપરાંત મંદિરના ગાદી પતિ, ટ્રસ્ટી અને સેવકો હાજર રહેશે. ત્યારે આગામી 24મી જૂને જળયાત્રાનું આયોજન થવાનું છે. જેની તૈયારી જગન્નાથ મંદિર દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ શહેરની પ્રસિદ્ધ રથયાત્રાની પોલીસ મંજૂરીની અસમંજસતા વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ રથયાત્રા કાઢવા મક્કતા વ્યક્ત કરી છે. રથયાત્રા તો કોઈપણ સંજોગોમાં નીકળવી જોઈએ તેમજ પરંપરા જળવાવી જોઈએ અને આ હિંદુ સમાજની આસ્થાની વાત છે તેવી માંગ કરી છે.

VHP

રથયાત્રા નીકળવા માટે વીએચપીએ સ્ટ્રેટેજી બનાવી છે તે પ્રમાણે પ્રતિબંધ સાથે રથયાત્રા પણ નીકળશે. સરકાર નહિ માને તો કોઈપણ રીતે યાત્રા નીકળશે. વધુમાં વીએચપી અનુસાર, સરકાર અને મંદિરના ટ્રસ્ટી મહંત સાથે બેઠક કરી તમામ પોઝિટિવ છે કોંગ્રેસ પણ પોઝિટિવ છે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!