GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ભાદરવામાં મેઘરાજાની ભરપૂર બેટીંગ, અમદાવાદના આ વિસ્તારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસતા રસ્તા જળબંબાકાર

અમદાવાદ શહેરમાં બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળાડિબાંગ વાદળો, ગાજવીજ અને ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ તૂટી પડયો હતો. પૂર્વ ઝોનમાં ચકૂડીયા વિસ્તારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં પડી જતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. ઓઢવ, વિરાટનગર, પાલડી, સરખેજ, મણિનગરમાં એક ઇંચ તેમજ મેમ્કો, નરોડા, દૂધેશ્વર, દાણાપીઠ અને ઉસ્માનપુરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના બાકીના વિસ્તારોમાં પણ ચાર મિ.મી.સુધીના વરસાદી છાંટા પડયા હતા. વરસાદના લીધે શહેરમાં ચાર વૃક્ષો પડી ગયા હતા. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ જતા સાંજના પીક-અવર્સમાં વાહનચાલકો અટવાઇ પડયા હતા.

બપોર સુધી ગરમી અને અસહ્ય ઉકળાટ ભરેલું વાતાવરણ રહ્યા બાદ બપોરે સાડા ત્રણ વાગ્યે વાતાવરણમાં પલટો આવતા શહેરભરમાં વરસાદ પડયો હતો. પૂર્વ વિસ્તારમાં ઓઢવ સહિતના વિસ્તારોમાં તો વાવાઝોડા સાથે ભારે વરસાદ ખાબકતા જોત જોતામાં એક ઇંચ વરસાદ પડી જતા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. અજીતમીલ, રખિયાલ, સુખરામનગરથી ખોખરા, હાટકેશ્વરથી સીટીએમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

મણિનગરમાં દક્ષિણી અંડરબ્રિજ પાસે ચક્કાજામની સ્થિતિ સર્જાતા વાહનચાલકો અટવાઇ પડયા હતા. એક ઇંચ વરસાદમાં આ વિસ્તારની પણ દશા બગડી ગઇ હતી. તૂટેલા રોડ અને તેમાંય એક ફૂટ સુધીના વરસાદી પાણી રોડ પર ભરાઇ જતા અનેક  વાહનચાલકો પટકાયા હતા. ચકૂડીયામાં દોઢ ઇંચ વરસાદ પડતા અજીતમીલ તરફના રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો. અજીતમીલ , સોનીની ચાલી રાજેન્દ્ર પાર્ક, વિરાટનગર મ્યુનિ.કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસવાળા રોડ પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી આ તમામ રોડ પર ચાલુ વરસાદે વાહનચાલકો ચક્કાજામમાં ફસાઇ પડતા તેઓ કફોડી હાલતમાં મૂકાયા હતા. રામાપીરના ટેકરા બીઆરટીએસ રૂટ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. શાસ્ત્રીનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પડેલા ભુવામાં મોટાપાયે મચ્છરોના બ્રીડિંગ જોવા મળી રહ્યા છે. 

પૂર્વ ઝોનમાં  બે કલાકમાં જ સરેરાશ એક ઇંચ વરસાદ પડતા શારદાબહેન હોસ્પિટલ, મન્સાની મસ્જિદ, કસ્તુરબાનગર, રખીયાલ ચાર રસ્તા, જનરલ હોસ્પિટલ, નિકોલ ગામ, જૂનો વાસ ૧૩૨ ફૂટનો રિંગરોડ, સ્ટેડિયમની આજુબાજુનો વિસ્તાર  તેમજ  સરસપુર-બાપુનગરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. વરસાદના કારણે શહેરમાં ચાર વૃક્ષો પડી ગયા હતા.  નરોડા-મોમ્કો રોડ પર ઠેરઠેર ગટરોમાંથી કેમિકલયુક્ત પાણી નીકળ્યા હતા.  જે પાણઈ રોડ પર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલડી, ગુજરાત કોલેજ, બહેરામપુરા પોસ્ટઓફિસ અને મીઠાખડી વિસ્તારમાં વૃક્ષો પડતા વાહનવ્યવહારને અસર થઇ હતી. જોકે મ્યુનિ.કોર્પોરેશને ફરિયાદ મળતા જ તાબડતોડ વૃક્ષો હટાવી લેતા સમસ્યા થોડા અંશે હળવી બની હતી.

અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ પડયો ?

વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકૂડીયા૩૪
ઓઢવ૨૫
વિરાટનગર૨૭.૫૦
પાલડી૨૫,૫૦
ઉસ્માનપુરા૧૫
ચાંદખેડા૩.૫
રાણીપ૭.૫
બોડકદેવ
ગોતા
સરખેજ૨૪
દાણાપીઠ૧૭.૫૦
દૂધેશ્વર૧૭
મેમ્કો૧૯
નરોડા૧૨
કોતરપુર
મણિનગર૨૪.૫૦
વટવા
કુલ૧૬.૪૧

READ ALSO

Related posts

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda
GSTV