રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પછી અમદાવાદમાં પણ મેઘરાજા આવી પહોંચ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી બફારાના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજરોજ સમીસાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા અમદાવાદીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે. વરસાદ વરસતા લોકો ન્હાવા ઢાબા પર ચઢ્યા છે. અમદાવાદ પશ્ચિમમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે ભારે પવન સાથે વરસાદ આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી બફારો થઈ રહ્યો હતો. ત્યારે આજરોજ મેઘરાજાની સવારી આવી પહોંચતા લોકોને રાહત મળી છે. અમદાવાદમાં સમીસાંજે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ પશ્ચિમમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર, IIM, ઇસ્કોન, બોપલ વગેરે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વાતાવરરણમાં અચાનક પલટો આવતા ગરમીથી લોકોને રાહત મળી છે.
રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યું છે. જોકે હજી સુધી ફક્ત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં મેઘરાજાએ બહુ રાહ જોવડાવી હતી. જોકે આજે સમીસાંજે વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા અમદાવાદીઓને ગરમીથી રાહત મળી છે. જોકે ભારે પવન સાથે વરસાદ વરસતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યા બાદ આ બેંકે પણ પોતાના ગ્રાહકો પર વધારી દીધો લોનનો બોજ
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ
- PF એકાઉન્ટ હોલ્ડર્સને મળી રહ્યો છે 7 લાખ રૂપિયાનો ફાયદો! જાણો તમે કેવી રીતે લઇ શકો છો લાભ
- ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
- બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો