GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અનલોક-1: અમદાવાદ રેલ્વે સ્ટેશનથી 8 સ્પેશિયલ ટ્રેનો ઉપડી, 9 હજારથી વધુ મુસાફરો થયા રવાના

રાજ્યમાં અનલોક-1ને લાગુ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ ઘણી છૂટ છાટો આપવામાં આવી હતી. ત્યારે અમદાવાદ રેલ્વે સ્ટેશનેથી તા.૧ જુનને ૮ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી.આ તમામ ટ્રેનોમાં કુલ ૯,૮૧૦ મુસાફરોએ અમદાવાદથી તેમની મુસાફરીનો આરંભ કર્યો હતો. જેને લઇને અમદાવાદ સ્ટેશને ભારે ભીડ એકત્ર થઇ ગઇ હતી. જેને કાબૂમાં લેવામાં, સ્ક્રીનિંગ, સેનેટાઇઝ , સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં રેલવે સુરક્ષાકર્મીઓના નાકે દમ આવી ગયો હતો.

અમદાવાદ રેલ્વે સ્ટેશનેથી તા.૧ જુનને ૮ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી

સોમવારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી મુંબઇ સેન્ટ્રલ, હઝરત નિઝામુદ્દીન, દિલ્હી, નવી દિલ્હી, વારાણસી, પટના, ગોરખપુર અને મુઝફ્ફરપુર માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. અમદાવાદના ડીઆરએમ દિપકકુમાર ઝા ના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશનેથી આ પેસેન્જર ટ્રેનોને સ્પેશિયલ ટ્રેનના રૂપમાં દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનો સાબરમતી અને મણિનગર સ્ટેશન પર રોકવામાં નહીં આવે.

તમામ ટ્રેનોમાં કુલ ૯,૮૧૦ મુસાફરો સવાર હતા

સ્ટેશન પર હેલ્થ પ્રોટોકોલનું પુરેપુરૂ પાલન કરવામાં આવશે. અમદાવાદ સ્ટેશને મુસાફરોના સ્ક્રીનિંગ માટે ઓટોમેટિક ટેમ્પરેચર સ્ક્રીનિંગ પોઇન્ટ મૂકવામાં આવ્યું છે. ઝડપી અને સચોટ ટેમ્પરેચર માપવા માટે તે ઉપયોગી છે. ટેમ્પરેચર વધુ હશે તેમજ માસ્ક પહેર્યું નહીં હોય તો પણ મશીન એલર્ટ કરશે. કોમ્પ્યુટર રેકોર્ડ પણ રાખવામાં આવશે. ઓટોમેટિક સેનેટાઇઝ મશીન પણ મૂકાયું છે.સ્પેશિયલ ટ્રેનોમાં રિઝર્વેશન ટિકિટ વાળા તેમજ આરએસી ટિકિટવાળા પેસન્જર મુસાફરી કરી શકશે. વેઇટિંગ લિસ્ટવાળા પેસન્જરોને મુસાફરી માટે રોકવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!