ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતી સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 હજાર 515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1 લાખ 95 હજાર 917 થઇ ગયો છે. હાલ 13 હજાર 285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3 હજાર 846 છે. છેલ્લા 24 કલાકની સ્થિતી પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.
ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં
95 દર્દી વેન્ટિલેટર પર
અમદાવાદમાં પ૭ કલાકના કરફ્યુના બીજા દિવસે પણ કાલુપુર રેલવે સ્ટેશને ભીડ અને અવ્યવસ્થાનો માહોલ છે. આજ પણ ટોળે વળીને લોકો ઉભા છે. રેલવે સ્ટેશનથી શહેરમાં અન્ય સ્થળોએ જવા માટે સો જેટલી બસો મૂકવામાં આવી છે. પરંતુ યોગ્ય આયોજનના અભાવે આ બસોમાં પણ વધુ પ્રમાણમાં પ્રવાસીઓને ભરીને મોકલવામાં આવી રહ્યા છે. આવામાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે.
READ ALSO
- દુ:ખદ: પાલનપુરના માનસરોવરમાં બેકાબુ ડમ્પર ચાલકે મજુરોને કચડ્યા, એકનું મોત અને બેની હાલત ગંભીર
- એક જ ગોળીથી ઉડાવ્યા ISISના 5 ખૂંખાર આતંકી, બ્રિટિશ SAS સ્નાઇપરે આ રીતે કરી કમાલ
- અમદાવાદીઓ ભારે હો! 60 હજારથી વધુ માસ્ક વગરના બહાદુરો દંડાયા, તંત્રે વિતેલા વર્ષમાં દંડ પેટે 30 કરોડ રૂપિયા વસૂલ્યા!
- ફટકો/ ચીન સહિતના દેશોએ કરેલા સાયબર હુમલાથી ભારતને એક જ વર્ષમાં અધધ 1.24 લાખ કરોડનું નુકસાન
- ફાયદો / આ ખાસ સ્કીમમાં રોકાણ કરી મેળવો તગડું રિટર્ન, રિટાયરમેન્ટ સમયે નહિ રહે પૈસાની ચિંતા