GSTV
Home » News » અમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી

અમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર રિનોવેશનનું કામ તાજેતરમાં જ પૂર્ણ કરાયું હતું જેમાં ડી.આર.યુ.સી.સી કમિટીના સભ્ય કશ્યપ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે હેરિટેજ લુક આપવાના બહાના હેઠળ થઈ રહેલા કામમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.

રિનોવેશનનું આ કામ માત્ર ચારથી પાંચ કરોડમાં થઈ શકતું હોવા છતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને 15 થી 17 કરોડ રૂપિયામાં કામ આપ્યું હતું. આ અંગે સભ્ય RTI કરીને તમામ માહિતી માંગી હતી પરંતુ રેલવે તંત્રે કોઈ જવાબ આપ્યો નથી.

બીજીબાજુ કશ્યપ વ્યાસે રેલવે પોલીસમાં સત્તાવાર રીતે આ સંદર્ભમાં ફરિયાદ કરી હતી જેમાં રેલવેના કુલ ટોચના ચાર અધિકારીઓના નામ અપાયા હતા, તેમજ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ નંબર એક પર નાખવામાં આવેલા લીસા ટાઇલ્સને કારણે મુસાફરો પડી રહ્યા છે જેમાં કેટલાકને ગંભીર ઈજા પણ થઈ છે.

અધિકારીઓએ કૌભાંડ કરવા માટે આ બધું કર્યું છે માટે તમામ સામે કાર્યવાહી કરવી ભૂતકાળમાં પણ આ રીતે લીસી ટાઈલ્સ નાખ્યા બાદ મુસાફરોની પડી જવાની ફરિયાદો આવ્યા બાદ આ ટાઇલ્સને રફ કરાયા હતા. આથી ડી.આર.યુ.સી. ના સભ્ય દ્વારા અમદાવાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓને અગાઉ પણ ધ્યાન દોર્યું હતું. તેમજ કહ્યું હતું કે લીસી ટાઇલ્સ તમારે બદલાવા જ પડશે આમ છતાં તેમની વાત ધ્યાને લેવાઇ નથી.

આખરે પોલીસ ફરિયાદ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ગભરાયા હતા એટલું જ નહીં વેસ્ટન રેલ્વે મુંબઇથી પણ આદેશો છૂટ્યા હતા જેને કારણે આજે સવારથી જ પ્લેટફોર્મ નંબર એક પર નાખવામાં આવેલા આવા લીસા ટાઇલ્સને રફ કરવાનો નિર્ણય કરાયો હતો. એટલું જ નહીં તેનો તાત્કાલિક અમલ પણ શરૂ કરી દેવાયો છે.

આમ હવે અમદાવાદના રેલ્વે પ્લેટફોર્મ નંબર એક પર લપસી રહેલા મુસાફરો પડવાની આફતમાંથી બચી જશે. જો રેલવેતંત્રે શરૂઆતથી જ ફરિયાદીને ગંભીર ગણી હોત અને રફ ટાઇલ્સ નાખી હોત તો આ રીતે ફરીથી નવો ખર્ચો કરવાની જરૂર ન પડત.

READ ALSO

Related posts

નવા ટ્રાફિક નિયમો આવ્યા બાદ બોગસ PUC બનાવનારાઓમાં લાભ ખાટવાની હોડ, 2ની ધરપકડ

Mayur

‘હું આમંત્રિત છું ને?’ Howdy Modiમાં ટ્રમ્પના સવાલનો પીએમ મોદીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari

બોક્સઓફિસ પર છવાયો ‘ડ્રીમ ગર્લ’નો જાદુ, 10 દિવસમાં કરી અધધધ… કમાણી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!