GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કળયુગના કપાતર પુત્રએ મિલકત માટે દબાવ્યું માતાનું ગળું

Last Updated on August 21, 2020 by

અમદાવાદમાં કળયુગના પુત્રએ મિલકત માટે માતાનું ગળું દબાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ અંગે મજબૂર માતાએ પોતાના કપાતર પુત્ર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. જે અંગે શહેરકોટડા પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ સ્કૂલના ટ્રસ્ટને લઈને માતા અને પુત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. 73 વર્ષના સુમિત્રાબેન બાપુનગરમાં આવેલી રઘુનાથ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી છે. 15 ઓગસ્ટના રોજ સુમિત્રાબહેન ધ્વજ વંદન કરવા સ્કૂલે પહોંચ્યા ત્યારે તેમનો દીકરો ચેતન પણ સ્કૂલે આવ્યો હતો અને ધ્વજ વંદન કરી રહેલા સુમિત્રાબહેન પર ઉશ્કેરાઈને મારવા લાગ્યો હતો. તેમજ માતાનું ગળુ પણ દબાવી દીધું હતું.

મળતી માહિતી મુજબ કપાતર એવા ચેતનને સ્કૂલનું મેનેજિંગ ટ્રસ્ટી બનવું હતું પરંતુ પિતાના મૃત્યુ બાદ તેની માતાને સ્કૂલના ટ્રસ્ટીઓએ મેનેજિંગ ટ્રસ્ટી બનાવી દીધા હતા. જેથી ચેતન અને તેની માતા વચ્ચે વિવાદ ચાલતો હતો. સુમિત્રા બહેનના ત્રણ સંતાન છે. રાજકુમાર યાદવ, વિવેક યાદવ અને ચેતન યાદવ. વૃદ્ધાવસ્થામાં માતા નાના દીકરાનો સહારો ઈચ્છે છે, પરંતુ નાનો દીકરો ચેતન મિલકતનો લાલચુ છે. જેને ભૂતકાળમાં પણ સ્કૂલના ડોક્યુમેન્ટમાં ચેડાં કરીને અન્ય વ્યક્તિને ટ્રસ્ટી બનાવી દીધા હતા જેથી સ્કૂલ પર પોતાનો હક્ક મેળવી શકે. આ મામલે પણ અગાઉ પોલીસ ફરિયાદ થઈ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજકારણ / 15 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા પ્રશાંત કિશોર, 1 કલાક લાંબી ચાલી બેઠક

Zainul Ansari

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવતોમાં ભાવ વધારો, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો કર્યું પ્રદર્શન

Pritesh Mehta

ડેલી ડેટા ખતમ થવાની ઝંઝટથી હવે છૂટકારો! Viએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, મન ફાવે તેમ ડેટાનો કરો ઉપયોગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!