GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

કોરોનાની દવા શોધી હોવાનો અમદાવાદના પ્રોફેસરનો દાવો, ક્લિનિકલ ટ્રાયલ રાજ્ય સરકાર અને આયુષ મંત્રાલય પાસે માંગી મંજૂરી

દુનિયા ભરમાં હાહાકાર મચાવનાર કોરોનાને નાથવા દવા તૈયાર થઈ છે. જેને હર્બલ મેડીસીન નામ આપવામાં આવ્યુ છે. આ દવા કોરોનાનું સંક્રમણ રોકવાનું અને પોઝિટિવ દર્દીને સાજા કરવાનું કામ કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસરે આ દવા બનાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રો.સંજય ચૌહાણનો દાવો?

  • ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા ફાફડા થોરના ઉગતા લાલ ફૂલમાંથી આ દવા તૈયાર કરાઈ
  • આમ તો આ દવા પાંડુરોગ માટે ઉપયોગમાં લેવાતી હતી
  • આ મેડિસિન કોરોનાનું સંક્રમણ રોકવાનું અને પોઝિટિવ દર્દીને સાજા કરવામાં ઉપયોગી નીવડશે
  • વાયરસ વ્યકિતના શરીરમાં જઈ એક પછી એક કોષ ખલાસ કરે છે
  • આ દવા તે કોષને રક્ષણ પૂરૂ પડવાનું કામ કરે છે
  • આ દવા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

ગુજરાત સરકાર અને આયુષય મંત્રાલય પાસે મંજૂરી માંગવામાં આવી

કોરોના વાયરસ સામે ભારત સહિત વિશ્વના અનેક દેશો ઝઝૂમી રહ્યા છે. મોટા મોટા દેશો કોરોના સામે દવા અને વેક્સિન બનાવવા માટે સંશોધન કરી રહ્યા છે. તેવામાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રોફેસર સંજય ચૌહાણે કોરોના સામે હર્બલ મેડિસીન તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. જીટીયુના વાઈસ ચાન્સેલરે પણ આ દાવો કર્યો છે. આ દવાના ક્લિનિકલ ટ્રાયલ માટે ગુજરાત સરકાર અને આયુષ મંત્રાલય પાસે મંજૂરી માંગવામાં આવી છે.

ત્રણ પ્રકારે રક્ષણાત્મક કામગીરી કરે છે

પ્રોફેસર સંજય ચૌહાણે તેના પર સતત ત્રણ મહિનાથી આ અંગે સંશોધન કરતા હતા. તેમનો દાવો છે કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા ફાફડા થોરના ઉગતા લાલ ફૂલમાંથી આ દવા તૈયાર કરાઈ છે. આમ તો આ દવા પાંડુરોગ માટે ઉપયોગમાં લેવાતી હતી. આ મેડિસિન કોરોનાનું સંક્રમણ રોકવાનું અને પોઝિટિવ દર્દીને સાજા કરવામાં ઉપયોગી નીવડશે. આ વાયરસ વ્યક્તિ ના શરીરમાં જઈ એક પછી એક કોષ ખલાસ કરે છે ત્યારે આ દવા તે કોષને રક્ષણ પુરું પડવાનું કામ કરે છે. તેવી જ રીતે આ દવા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એટલે કે આ દવા એન્ટી વાયરલ, મસ્ટ સેલ સ્ટેબિલાઈઝેશન અને એન્ટીઓક્સિડન્ટ એમ ત્રણ પ્રકારે રક્ષણાત્મક કામગીરી કરે છે.

આ દવા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

GTU ના વાઇસ ચાન્સેલર નવીન શેઠ એ જણાવ્યું અને આ મેડીસીન ની દર્દી પર ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી માંગી છે.
પ્રોફેસર સંજય ચૈહાણે એવો પણ દાવો કર્યો છે કે આ દવા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એટલે કે આ દવા એન્ટી વાયરલ, મસ્ટ સેલ સ્ટેબિલાઈઝેશન અને એન્ટીઓક્સિડન્ટ એમ ત્રણ પ્રકારે રક્ષણાત્મક કામગીરી કરે છે. પ્રોફેસર સંજય ચૌહાણે આ ઉપરાંત કોરોના ફેલાવાના કારણો અને તેનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા સહિતના મુદ્દાઓ પર પણ રિસર્ચ કર્યું છે.

READ ALSO

Related posts

વિકાસનું એન્કાઉંટર: 5 લાખનો ઈનામી, 250 રૂપિયામાં ઝડપાયો, 500 રૂપિયામાં થયો ઠાર

Pravin Makwana

ડિસ્કાઉન્ટના ચક્કરમાં ફસાયા હજારો ગ્રાહકો, આ એક ભૂલથી રોકાયું વાહનોનું રજીસ્ટ્રેશન

Mansi Patel

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!