GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં સતત ચોથા દિવસે 300થી વધુ પોઝીટીવ સાથે કુલ આંક 15 હજારને પાર

ગુજરાતમાં સૌથી વધારે સંક્રમણ અમદાવાદમાં થયુ છે. અમદાવાદમાં આજે વધુ 343 નવા પોઝીટીવ આવતાં અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંક 15 હજારને પાર થયો છે. અમદાવાદમાં મોતનો આંક પણ 1 હજાર 100 નજીક થયો છે. અમદાવાદમાં છેલ્લા 4 દિવસમાં 1338 નવા પોઝીટીવ આવ્યા છે. જ્યારે છેલ્લા 4 દિવસમાં 100 લોકોના મોત થયા છે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં 3100થી વધારે નવા પોઝીટીવ કેસ આવ્યા છે. અમદાવાદમાં હજુ 3569 એક્ટિવ કેસ છે. જૂન મહિનામાં એવરેજ 310 પોઝીટીવ કેસ દરરોજના આવી રહ્યા છે.

ગુજરાતમાં 21554 લોકો થયા કોરોનાથી સંક્રમિત

ગુજરાતમાં 309 લોકોના મોત ફક્ત જૂન મહિનાના 10 દિવસમાં થયા છે. ગુજરાતમાં કોરોનો અલોક થયો હોય તેમ 10 દિવસમાં જ 5 હજાર જેટલા નવા પોઝીટીવ આવ્યા છે. ગુજરાતમાં આજે વધુ 510 નવા પોઝીટીવ કેસ આવતા કુલ આંક 21554 થયો છે. ગુજરાતમાં આજે વધુ 34 લોકોના મોત નોંધાતા કુલ  1347 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કોરોનાના દર્દીઓની સંખ્યા 5464 છે જેમાં 69 લોકોની પરિસ્થિતિ વધારે ગંભીર છે.

2 જૂન બાદ સતત વધી રહ્યા છે એક્ટિવ કેસ

ગુજરાતમાં 5 જૂન બાદ ફરીથી આજે 500થી વધારે પોઝીટીવ આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 12 દિવસથી 400થી નીચે આંક ગયો નથી. ગુજરાતમાં 2 જૂને 1114 લોકોને ડિસ્ચાર્જ આપ્યા પછી સતત આંક નીચો રહ્યો છે. જે પછી એક્ટિવ કેસમાં સતત વધારો થયો છે. 2 જૂને 4646 એક્ટિવ કેસ હતા. 8 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 5464 થઈ ગયો છે. અર્થાત ગુજરાતમાં 2 જૂન પછી સાજા થનારા કરતાં એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં મોતની સંખ્યા વધારે હોય એક્ટિવ કેસનો આંક 25 ટકા જેટલો જ રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!