કહાની એવી છે અમદાવાદ પોલીસના ચોપડે યુવતી ગુમ પરંતુ સુરતની જેલમાં યુવતી કેદ

સુરતની લાજપોર જેલમાં બંધ 14 વર્ષની કિશોરી અમદાવાદ કૃષ્ણનગર પોલીસના ચોપડે ગૂમ થયેલી છે. આ વાત છે ચાર મહિના અગાઉની કે જ્યાં સુરતના કતારગામ વિસ્તારમાં વળગાળ દૂર કરવાના પ્રયાસમાં પરિવારના મોભી કાનજીભાઇ કુંભારનું મોત થઇ ગયું હતું. આ ઘટનામાં સુરત પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતકની પત્ની, બે પુત્રી અને પુત્ર તેમજ પુત્રવધૂની ધરપકડ કરી હતી. જેમાં ધરપકડ કરાયેલી કિશોરીને પણ પોલીસે લાજપોર જેલમાં ધકેલી દીધી હતી. આ સમગ્ર કેસમાં કિશોરીએ જ્યારે ફોન કરીને તેની બહેનને હકિકત જણાવી ત્યારે માલૂમ પડ્યુ કે તેની બહેન એક 14 વર્ષની કિશોરી હોવા છતાં તેણીને સુરત પોલીસે લાજપોર જેલમાં ધકેલી દીધી છે. જ્યારે કે આ કિશોરી ગૂમ થઇ હોવાની ફરિયાદ અમદાવાદ કૃષ્ણનગર પોલીસમાં નોંધાયેલી છે. ત્યારે આ સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે પરિવારે સુરત કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

  • સમગ્ર ઘટનામાં કેટલીક અવાસ્તવિકતાના પ્રશ્નો
  • યુવતીની ઉંમરને લઈ કેટલાક પશ્નો
  • શું પોલીસ પાસે યુવતીની ઉંમરને લઈ કોઈ પુરાવા છે
  • શું તેણી સગીર વયની નથી તેથી તેને જેલમાં કેદ કરી દેવાઈ છે
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter