GSTV

અમદાવાદમાં દારૂની હેરફેર કરતી એમ્બ્યુલન્સ ઝડપાઈ

Last Updated on April 15, 2018 by

લતીફને ઠાર કરાયો વર્ષો વીતી ગયા. પરંતુ હજુ ઘણા લતીફ અમદાવાદમાં છે. પોલીસની ઘોંચ વધતા હવે એમ્બ્યુલન્સમાં દર્દી નહીં પરંતુ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આવી એક દારૂની હેરફેર કરતી એમ્બ્યુલન્સને રામોલ પોલીસે ઝડપી પાડી છે.

અમદાવાદ રામોલ પોલીસ મથકની હદમાં મહાદેવ એસ્ટેટ નજીક એમ્બ્યુલન્સમાંથી દારૂ ઉતારી રિક્ષામાં દારૂ ભરવામાં આવી રહ્યો હતો. જેની બાતમી મળતા રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તો પોતાને રઈશ સમજતો એમ્બ્યુલન્સ ચાલક ફરાર થઈ ગયો જ્યારે રીક્ષાચાલક ખેમરાજ ઝડપાઇ ગયો.

CRICKET.GSTV.IN

પોલીસે એમ્બ્યુલન્સ અને રીક્ષાને દારૂના જથ્થા સાથે પોલીસ મથક લાવી તપાસ કરતા માલુમ પડ્યું કે વિદેશી દારૂની 1650 બોટલ હતી. જે એમ્બ્યુલન્સમાં દારૂ લાવવામાં આવ્યો હતો તે એમ્બ્યુલન્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોય છે. જે કોની છે તેને લઈને તપાસ શરૂ કરી છે. એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર દિપકડ રાઠોડ દર્દીને લઈને દાહોદ લઈ ગયો હતો ત્યાંથી ખાલી એમ્બ્યુલન્સ લઇને પરત આવતા સમયે દારૂનો જથ્થો ભર્યો હોવાની પોલીસને શંકા છે. તો રીક્ષા ચાલકની પૂછપરછ શરૂ કરાઇ છે કે તે  દારૂની જથ્થો કોને આપવાનો હતો. હાલમાં પોલીસે એમ્બ્યુલન્સ ચાલક દિપક રાઠોડની શોધખોળ શરૂ કરી છે.

Related posts

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave

મોટા સમાચાર / આ તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર, નવી સરકાર ચૂંટણીને અનુલક્ષી રજૂ કરશે અંદાજપત્ર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!