અમદાવાદ ટ્રાફિક પોલીસ બાદ હવે શહેર પોલીસ પણ સોશિયલ મીડિયામાં સક્રિય થઈ રહી છે. મહત્વનું છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા થકી નાનાથી લઇ યુવાનો અને મોટી ઉમરના લોકો પણ સક્રિય રહેતા હોય છે અને તેમાં પણ પોલીસના નેગેટિવ વીડિયો તેમજ વાતો વધુ વાઇરલ થતાં હોય છે. જેનાથી અમુક સમયે પોલીસની છબી ખરડાતી હોય છે.

જેથી પોલીસે આવી નેગેટિવિટી ફેલાઈ નહીં તેને લઈને દરેક પોલીસકર્મીઓ અને અધિકારીઓને વધુમાં વધુ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા સૂચના આપી છે. પોલીસના ઓફિશિયલ ગ્રુપ એટલે કે ઇંસ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુકમાં બનાવવામાં આવેલા ગ્રુપમાં પોલીસની સક્રિય અને હકારાત્મક કામગીરીઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
મહત્વનું છે કે સૌ પ્રથમ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રમાણે સક્રિય અને હકારાત્મક કામગીરી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હતી. તે જ રીતે હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ લોકોને જરૂરી માહિતીઓ પહોંચે તેમજ પોલીસની કામગીરી અંગે જાણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય
- મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?