GSTV

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

શું આપ ખરીદી કરવાના શોખીન છો. શું આપ બજારમાં ખરીદી માટે જાવ ત્યારે ખરીદીમાં એટલા બધા મશગૂલ થઇ જાવ છો કે આપને આસપાસનો ખ્યાલ જ નથી રહેતો. તો આ સમાચાર આપના માટે છે. ખિસ્સા કાતરુઓ આપની જ બેદરકારીનો લાભ લઇને હાથ સાફ કરતા હોય છે. ત્યારે ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો છે ખુદ પોલીસે.

અમદાવાદની ભદ્ર બજારમાં તહેવાર સમયે ચિક્કાર ભીડ થાય છે. લોકો ખરીદીમાં એવા તો ખોવાઇ જતા હોય છે કે
તેમની બેગમાં કોઇ પાકિટ સેરવી લે કે પછી ખિસ્સામાંથી પર્સ લઇ જાય તો પણ ખબર પડતી નથી. અરે ત્યાં સુધી કે લોકો ખરીદીમાં ત્યાં સુધી મશગૂલ થઇ જતા હોય છે કે તેમના બાળકનો પણ ખ્યાલ રહેતો નથી. ત્યારે પોલીસે આવા જ ડેમો કરીને લોકોને સમજ આપવાની કોશિષ કરી હતી.

આપની થોડી બેદરકારી આપને નુકસાનદેહ સાબિત થઇ શકે છે. હાલમાં તો કોરોના કાળ છે ત્યારે બને ત્યાં સુધી બહુજ જરૂરી હોય તો જ બહાર નીકળો અને જો બહાર નીકળો તો આપની કિંમતી ચીજવસ્તુઓ એવી રીતે રાખો કે ખિસ્સા કાતરુ સફળ ન થાય.કેમકે આપની બેદરકારી જ તેના માટે સફળતા છે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!