GSTV

અમદાવાદમાં કૃષ્ણનગરી સમાન પોલીસ સ્ટેશનમાં સાહેબનો ખૌફ નહીં છે આશીર્વાદ, સેવાઓ લેવામાં ગુનેહગારોના બની રહ્યાં છે “મોટા ભા”

પોલીસ

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

અમદાવાદ શહેરના એક પોલીસ મથક કે જ્યાં કાયમ કૃષ્ણના આશીર્વાદ રહે છે ત્યાંના એક અધિકારી કે જેઓ અમરત્વ પામી ચૂકેલા હોય એ રીતે કાર્યવાહી કરવામાં માહેર છે. સરકાર અને અધિકારીની ગુડ બુકમાં રહેવા માટે કાર્યવાહી તો કરે છે પરંતુ અસામાજિક તત્વો પર છુપા આશીર્વાદ હોય તેવો ઘાટ તેના વિસ્તારમાં ઘડાયો છે.

પોલીસ

તેમના વિસ્તારમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. જેને રોકવાનું તો એક તરફ રહ્યું પરંતુ છુપા આશીર્વાદ હોય તેમ ગુનેગારો બેફામ બની ગયા છે. ગત 7 તારીખે આમ તો ગુનો નહોતો નોંધવો અને કાર્યવાહી પણ નહોતી કરવી પરંતુ સરકાર અને ઉપરીનું દબાણ આવતા દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હતું જેને બંધ કરાવી ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. આમ તો અનેક સ્થળ પર આ પ્રવૃત્તિ તેના વિસ્તારમાં ચાલી રહી છે, પરંતુ આ સ્થળ પર મેં કાર્યવાહી કરી દીધી છે તેવો દેખાડો કરવા માટે મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી દીધો હતો પરંતુ જાણે કે સાહેબના છુપા આશીર્વાદ હોય એ રીતે એ પ્રવૃત્તિ ફરી ધમધમતી થઈ ગઈ છે. હદ તો ત્યારે થાય છે કે કાર્યવાહી થાય તો ગુનાખોરી સંપૂર્ણ નાશ થાય આ તો બમણી થઈ ગઈ અને અન્ય અસામાજિક તત્વો પણ એજ પ્રવૃત્તિમાં સક્રિય બની ગયા છે અને જાણે કે સમગ્ર બાબતથી અજાણ હોય એ રીતેનો ઢોંગ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિકો અધિકારીના આ વર્તનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ એ અધિકારી સેવાનો લાભ લેતા હોવાના કારણે સાહેબ વધારે કાર્યવાહી નથી કરી શકતા તેવો ગણગણાટ તેમના જ પોલીસ મથકમાં થઈ રહ્યો છે. જેને લઈને લોકોમાં નારાજગી ફેલાઈ રહી છે. આમ તો આ અધિકારી કાર્યવાહી કરવામાં માહેર છે.. કારણ કે ઉપરી ને ખુશ કરવા અને તેમના આદેશનું પાલન કરી રહ્યા છે તેવો દેખાડો કરવા માત્ર ગુના દાખલ કરે છે પરંતુ સાહેબનો ખોફના હોય એ રીતે અસમજીક તત્વો બેફામ બની રહ્યા છે જેને લઈને લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે સાહેબનો ખોફ નથી છુપા આશીર્વાદ છે ?

કૃષ્ણ નગરી સમાન આ પોલીસ મથક વિસ્તારમાં આમ તો ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે ત્યારે સાહેબ સેવા લેવામાં જાણે કે મસ્ત હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!