GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદ/ પોલીસને મળી સફળતા! અમદાવાદ શહેરના નારોલમાંથી ઝડપાયું કૂટણખાનું, સંચાલક અને રૃપલનના સહિત ચાર સામે ફરિયાદ

અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ઓઢવ બાદ ઇસનપુરમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડીને કૂટણખાનું પકડયું હતું. જેમાં નારોલ હાઇવે ઉપર એસ્ટેટમાં બીજા માળે દેહ વિક્રેયનો વ્યવસાય ચાલતો હતો, પોલીસે મધરાતે રેડ કરીને મહિલા, સહિત ત્રણની ધરપકડ કરીને તેઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છેે કે  ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, ડી.ડી. ગોહિલે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે મોડી રાતે ઇસનપુર-નારોલ હાઇવેે  ઉપર આવેલા સુફલામ એસ્ટેટ હરિયાણા ટાયરવાળી ત્રણ માળની બિલ્ડીંગમાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો જેમાં ખાસ કરીને આરોપીઓ બિલ્ડીગના બીજા માળે કવર હાઉસમાં દુકરામાં  પેાર્ટીશનથી રૃમ બનાવીને તેમાં કૂટણખાનું ચલાવતા હતા આ સ્થળથી પોલીસે એક મહિલા  અને ગ્રાહક સહિત ત્રણને પકડી પાડયા હતા.

ત્રણની ધરપકડ કરી હતી

પોલીસે નારોલ આકૃતિની સામે શિવમ પાર્કમાં રહેતા મંગલભાઇ મુકનભાઇ રાઠોડ  અને એક મહીલા સહિત ત્રણની ધરપકડ કરી હતી જ્યારે નારોલમાં શિવમ પાર્ક ખાતે રહેતા વોન્ટેડ પર્વતસિંહ શક્તિસિંહ ચૌહાણ સહિત સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ બહારથી ગ્રાહકો  અને મહિલા બોલાવીને દેહ વિક્રેયનો વ્યવસાય કરતા હતા જેમાં ગ્રાહક પાસેથી રૃા. ૭૦૦ લેવા અને મહિલાને રૃા. ૨૦૦ આપતા હતા.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV