અમદાવાદમાં વધી રહેલી વસ્તીને કારણે ટ્રાફિક પણ વધી રહ્યો છે. ટ્રાફિકનું નિયંત્રણ હવે અઘરૂ બનવા પામ્યું છે. પીક અવર્સમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિકજામ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી રોડ-રસ્તાની કામગીરીના ડાયવર્ઝન અંગે નગરજનો વાકેફ નથી હોતા. જેથી તેમને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે હવે શહેરમાં સૌથી વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શહેટ ટ્રાફિક પોલીસ દ્વારા એક એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી શહેરીજનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.


અમદાવાદ ટ્રાફિક પોલીસ મેપમાં માહિતી આપશે
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના ટ્રાફિકની લાઈવ અપડેટ આપતી ‘રોડ ઇઝ’ નામની એક મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. જેમાં રીયલ ટાઇમ અપડેટ ગુગલ મેપથી શહેરીજનોને શહેરના ટ્રાફિક અંગેની માહિતી મળી શકશે. જેના ઉપયોગથી વાહનચાલકને ટ્રાફિકજામની સ્થિતિથી પરેશાન થવું નહીં પડે અને નોકરી ધંધા કે અન્ય કામે સમયસર પહોંચી શકાશે. આ એપ્લિકેશનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ મેપમાં માહિતી આપશે.

પોઇન્ટ પર હાજર પોલીસ જવાનો અપડેટ આપશે
ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને વિવિધ પોઇન્ટ પર હાજર પોલીસ જવાનો તેની અપડેટ આપશે.આ માટે નિષ્ણાંતો દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.આ એપથી રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ મળશે. ગુગલ હવે જ્યાં ટ્રાફિક હશે ત્યાંના ફોટા બતાવી ડાયવર્ઝન પણ આપશે. આ એપ રીયલ ટાઇમ અપડેટ ગુગલ મેપથી શહેરીજનોને શહેરના ટ્રાફિક અંગેની માહિતી મળી શકશે. આ મોબાઈલ એપ્લિકેશન પર 10થી 15 મિનિટના અપડેટ સાથે રીયલ ટાઇમ ગુગલ મેપથી વિગતો મળી શકશે. અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા સતત વિકટ બની રહી છે.
ગુગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો : https://play.google.com/store/apps/details?id=com.lepton.roadease
READ ALSO
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ