GSTV

અમદાવાદમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શન મોડમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ લોકોને અપાયો આ આદેશ

Last Updated on October 6, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં હવે નવરાત્રી શરૂ થવા જઇ રહી છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. શહેરમાં કોરોના મહામારીને ધ્યાને રાખી જાહેર સ્થળોએ તેમજ પાર્ટી પ્લોટ કે ક્લબોમાં ગરબા યોજવાની પરવાનગી નથી આપવામાં આવી. પરંતુ સોસાયટીમાં ગરબે ઘૂમવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

navratri

શહેરમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

શહેરમાં 13 ડીસીપી, 24 એસીપી અને 70થી વધુ પીઆઇ હાજર રહેશે. 220 પીએસઆઇ, 8 હજારથી વધુ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તેમજ એસ.આર.પીની 2 કંપની તૈનાત રહેશે. તો બીજી બાજુ 90 પીસીઆર, 5 ક્યુઆરટી ટીમ અને 90 શી-ટિમ અને 78 હોકબાઈક તૈયાર રાખવામાં આવશે. જો કે, આ સાથે નિયમોનો ભંગ કરનાર શખ્સ વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધાશે. તેમજ સોશિયલ મીડિયા અને કંટ્રોલ રૂમથી પણ પોલીસની બાજનજર રહેશે. શહેર પોલીસ હોટલ તેમજ બજારોમાં પણ ખાનગી વોચ રાખશે. શી ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સોસાયટીના રહીશોને નવરાત્રીની અને કોવિડની ગાઈડ લાઇન સમજવાઈ રહી છે. તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરે તેવું સમજવાઈ રહ્યું છે.

કોરોના વેક્સિનના બંને ડોઝ ફરજિયાત

અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રી પર્વ પહેલા અમદાવાદના લોકો ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નિયંત્રણ લાદવામાં આવ્યું છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ શહેરમાં આજે બુધવારથી જ પ્રાઈવેટ પ્રિમાઈસીસ જેવા કે, મોટી સોસાયટીઓ, શોપીંગ મોલ, સિનેમા, કલબો, કોમર્શિયલ કોમ્પલેકસો, પાર્ટીપ્લોટો, હોટલ, રેસ્ટોરન્ટો, પર્યટન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ કોરોના વેકિસનનો પહેલો ડોઝ લીધો ના હોય અને બીજા ડોઝનો સમય થઈ ગયો હોય તેમ છતાં ના લેનારા વ્યકિતઓને પ્રવેશ આપવા ઉપર પ્રતિબંધ લગાવવા સુચના અપાઈ છે.ઉપરાંત જેટલા લોકો કોરોના વેકિસન લીધા વગરના મળી આવે તે તમામની વિગતો નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે સામૂહીક આરોગ્ય કેન્દ્રો ઉપર સોસાયટીઓ કે જે તે એકમોએ જાણ કરવાની રહેશે.

vaccine

આ વર્ષે ૧૬ જાન્યુઆરીથી અમદાવાદ શહેરમાં કોરોના વેકિસન આપવાની શરૃઆત કરવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા પ્રમાણે,અત્યારસુધીમાં શહેરમાં ૬૬ લાખથી વધુ લોકોને કોરોના વેકિસનના ડોઝ આપવામાં આવ્યા છે.૪૪ લાખથી વધુ લોકોને વેકિસનનો પહેલો ડોઝ અને ૨૨ લાખથી વધુ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.૯૭ ટકા લોકોને પહેલો ડોઝ તથા ૪૯ ટકા લોકોને બંને ડોઝ અપાઈ ગયા છે. અગાઉ મ્યુનિ.તંત્રે ૧૦૦ ટકા લોકોને વેકિસનનો પહેલો ડોઝ મળી રહે એ માટે બી.આર.ટી.એસ., એ.એમ.ટી.એસ., કાંકરીયા લેકફ્રન્ટ,ઝૂ,  સાબરમતી રીવરફ્રન્ટ,લાયબ્રેરી, જિમખાના,સ્વીમીંગપુલ, સીટી સીવીક સેન્ટરો,મ્યુનિ.ની તમામ ઓફિસોમાં પ્રવેશ મેળવતા પહેલા વેકિસન લીધાનું સર્ટિફિકેટ બતાવવુ ફરજિયાત બનાવતા એક મહિનામાં શહેરમાં કોરોના રસી લેનારાઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધવા પામી છે.

વેક્સિનેશન

મ્યુનિસિપલ તંત્રે કોરોના વેકિસન વધુમાં વધુ લોકો લઈ શકે એ માટે જે સોસાયટીઓ તથા અન્યે કોમર્શિયલ એકમો કે જયાં સોથી વધુ વેકિસનના લાભાર્થીઓ હોય તેમના દ્વારા જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને પત્રથી જાણ કરવામાં આવશે તો તેવા કીસ્સામાં સ્થળ ઉપર કોર્પોરેશન દ્વારા રસી આપવાનો નિર્ણય પણ લીધો હોવાનું જાણવા મળે છે.

નવરાત્રીમાં લોકોની ભીડને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ

૭ ઓકટોબરથી શરુ થઈ રહેલા નવરાત્રી પર્વ દરમ્યાન શહેરમાં આવેલા વિવિધ પાર્ટીપ્લોટો,મંદિરો,હોટલો, રેસ્ટોરન્ટો, શોપીંગ મોલ ઉપરાંત વિશાળ કોમન પ્લોટો ધરાવતી મોટી સોસાયટીઓમાં ખેલૈયાઓ મોટા પ્રમાણમાં એકઠા થઈ ગરબે ઘુમશે.આ દરમ્યાન માસ્ક પહેરવાનો નિયમ કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની કોવિડ ગાઈડલાઈન પણ નેવે મુકાશે એવી દહેશતની વચ્ચે લોકોની ભીડ કાબુમાં રહે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

READ ALSO :

Related posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, પૂર્વ શિક્ષણમંત્રીના પુત્રને સેનેટ સભ્ય બનાવવા ભલામણ કરાતા મામલો વકર્યો

Dhruv Brahmbhatt

મહત્વનો આદેશ / ડાકોર નગરપાલિકા આવી વિવાદમાં, ચાર સભ્યોને પ્રાદેશિક કમિશનરે કર્યા સસ્પેન્ડ

Dhruv Brahmbhatt

ભારે કરી! / કરોડોની ઉચાપત કરી પોસ્ટઓફીસનો ભેજાબાજ કર્મચારી રફુચક્કર, સોફ્ટવેરમાં દેખાડ્યાં બોગસ ટ્રાન્ઝેક્શન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!