અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુર, શાહપુર, ખાડીયા માં હાલ કોરોના પોઝિટિવના વધુ કેસ આવી રહ્યા છે. શરૂઆતમાં લોકો નિયમો નહોતા પાળતા તે માટે આ વિસ્તારોની જવાબદારી આઇપીએસ અધિકારી શમશેર સિંઘ ને આપવામાં આવી હતી. તેમણે આ વિસ્તારનું નેતૃત્વ સંભાળતા જ હવે નવા આઈડિયા પ્રમાણે પોલીસ પાસે તેઓ કામ લેવડાવી રહ્યા છે.
સંવેદનશીલ વિસ્તારમાં એક IPS અધિકારીનો અલગ આઈડિયા
આજે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા એ ખાડીયા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓએ પોળોમાં જઈને ખાતરી કરી હતી કે આ વિસ્તારમાં હાલ શુ પરિસ્થિતિ છે. આ વિસ્તારોની જવાબદારી આઇપીએસ અધિકારી શમશેર સિંઘ ને આપવામાં આવતા સીપી એ તેમની સાથે પણ સંકલન કરીને ચર્ચા કરી હતી. આ દરમિયાન આઇપીએસ શમશેર સિંઘ એ જણાવ્યું કે હાલ આ વિસ્તારોમાં નિયમિત રીતે લોકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અને લોકોને પોલીસ ચેક ન કરે માટે નિરીક્ષણ થઇ રહ્યું છે. અમે ડિકોય ટિમ પણ બનાવી છે. આ ટીમના લોકો ખાનગી વાહનોમાં અહીંથી પસાર થાય છે. તે પોલીસ છે તેવી ઓળખ ન થાય તે માટે આ ટિમ રાખવામાં આવી રહી છે. અને તે લોકોનું ચેકિંગ કેવી રીતે થાય છે, યોગ્ય કામગીરી પોઇન્ટ પર છે કે કેમ તે બાબતો ચકાસવામાં આવે છે. જો કોઈ પોઇન્ટ પર યોગ્ય કામગીરી ન થાય તો આ ડિકોય ટીમના લોકો જાણ કરે છે અને પગલાં લેવાય છે. સાથે સાથે એક વિડીયો ગ્રાફર પણ મુકવામાં આવ્યો છે જે આખા દિવસનું વિડીયો રેકોર્ડિંગ કરે છે અને તેનું મોનીટરીંગ પણ કરવામાં આવે છે.
READ ALSO
- OMG! અશ્લિલ વીડિયો જોઈ આચરતો હતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, જજ પતિ સામે પરણિતાએ નોંધાવી શારીરિક શોષણની ફરીયાદ
- વાદળો વચ્ચે 250 પુલ અને 16 સુરંગો વચ્ચેથી પસાર થાય છે આ ટ્રેન, આહ્લાદક અનુભવ માટે તમે પણ કરો આ ખાસ ટ્રેનમાં મુસાફરી
- ચોંકાવનારું/ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસરની ચેતવણી, રસી મેળવનાર વ્યક્તિ પણ વાયરસનું સંક્રમણ ફેલાવી શકે!
- વાહનની કિંમત અને વીમા પ્રીમિયમ માટે આપવા પડી શકે છે બે ચેક
- ભાજપ ઇલેકશન મોડમાં: રામ જન્મભૂમિમાં દાન આપનારને મળશે તક, ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં