અમદાવાદ શહેર પોલીસની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દંડ ભરવા તૈયાર હોવા છતાં પોલીસે મહિલાને લાફા માર્યા હતા. માસ્ક મુદ્દે રકઝક બાદ પોલીસે મહિલાને માર માર્યો હતો. આ વીડિયો શહેરના નવરંગપુરા વિસ્તારનો હોવાનું સામે આવ્યુ છે.

સમગ્ર મામલો સામે આવતા બી ડિવિઝન પોલીસે નિવેદન આપ્યું. એસીપી એલ.બી. ઝાલાએ જણાવ્યુ હતુ કે, પ્રતિક શાહ નામના યુવકે માસ્ક પહેર્યું ન હતુ. તેથી દંડ ફટકારતા વિવાદ થયો હતો.

મહિલાએ ગાડીનો દરવાજો બંધ કરતા પોલીસકર્મી વિક્રમસિંહને વાગ્યો હતો. ગુસ્સામાં પોલીસકર્મી વિક્રમસિંહે મહિલાને લાફા માર્યા હતા. પોલીસ કર્મીનું વર્તન અયોગ્ય અને શિસ્ત વિરોધી હોવાથી તેની વિરૂદ્ઘ પગલા લેવાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી
- કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ
- બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ
- શેર બજારમાં તેજીનો માહોલ/ સેન્સેક્સ 600 અંકના ઉછાળા સાથે 51,382ના, નિફ્ટી 15,148 અંકોના સ્તર પર
- ઝટકો: રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ, GujCTOC કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા દાખલ થઈ અરજી