GSTV

વાહ રે અમદાવાદ પોલીસ, યુવતીને કહ્યું રોમિયોને છટકું ગોઠાવી બોલાવી લો અને પકડી લઈશું

અમદાવાદ

Last Updated on August 26, 2020 by Arohi

પોલીસ સ્ટેશનમાં મે આઇ હેલ્પ યુંના બોર્ડ લગાડીને મહિલાની સુરક્ષાના દાવા કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ મહિલા ખાખી વર્દી પાસે મદદ માટે જાય તો પોલીસ દ્વારા હાથ ઉંચા કરી દેવામાં આવે છે. છ મહિનાથી રોમિયોથી ત્રસ્ત યુવતી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અરજીઓ આપીને થાકી હારીને પોલીસ કમિશનરને મળી હતી. કમિશનરના આદેશ બાદ પણ સાઇબર ક્રાઇમે કહ્યું મઘ્ય પ્રદેશના યુવકને તમે બોલવતા હોવ તો અમે પકડીએ, આવા ઉડાઉ જવાબથી યુવતી અને પરિવારજનો મુંઝવણમાં મુકાયા છે, હવે જવુ તો ક્યાં જવુ દેવી દશા થઇ છે.

આ કેસની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના ભીડ જિલ્લાની વતની  અને હાલકઠવાડામાં રહેતી અને  એન્જીનીયરીંગના અભ્યાસ સાથ ેકમ્પ્યુટર કોર્સ કરતી ૨૧ વર્ષીય યુવતી ગત જુલાઇ મહિનામાં પરિવારજનો સાથે લગ્ન  પ્રસંગે  ઇન્દોર ગઇ હતી, જ્યાં સ્વજનો સાથે ગૃપ ફોટા પડાવ્યા હતા, આ સમયે ત્યાં હાજર યુવતીની સગી મામીના ભાઇએ પણ તેના મોબાઇલમાં ફોટા પાડયા હતા. બાદમાં યુવતી અમદાવાદ  આવી ગઇ હતી, થોડા જ દિવસો બાદ મામી પાસેથી નંબર મેળવીને મામીનો ભાઇ યુવતી સાથે ફોન ઉપર વાતો કરવા લાગ્યો હતો. યુવતીએ ફોન કરવાનો ઇન્કાર કરતાં તે મામીના ફોેન ઉપરથી વાત કરતો હતો. એટલું જ નહી મામી પણ પોતાના ભાઇ સાથે વાત કરવા દબાણ કરતા હતા, તેમ છતાં યુવતી ફોન ઉપર વાતચીત કરતી ન હતી.

યુવતીને બદનામ કરતો હતો યુવક

હદ તો ત્યારે થઇ ગઇ કે યુવકે લગ્ન સમયે પાડેલા ફોટા મોર્ફ કરીને ફેસબુક ઉપર મુકીને યુવતીને બદનામ કરતો હતો. એટલું જ નહી વારંવાર અલગ અલગ નંબર ઉપરથી ફોેન કરતો પરંતુ યુવતી વાતચીત કરી ન હતી  તે સમયે યુવતી નરોડા વિસ્તારમાં રહેતી હતી ત્યારે એક દિવસ  અચાનક યુવક યુવતીના ઘરે આવી પહોચ્યો હતો અને યુવતીના હાથમાંથી મોબાઇલ ઝુંટવીને નાસી ગયો હતો. ત્યારબાદ મોબાઇલમાંથી યુવતીના ફોટા કટ કરીને તેની સાથે તેનો ફોટા જોઇન્ટ કરીને  ફેસબુક ઉપર મુકીને બદનામ કરવા લાગ્યો હતો. ઉપરાંત મોબાઇલમાં સેવ કરેલા પડોશી તથા સગા સબંધીઓને  ફોન કરતો હતો. રોમિયોના ડરના કારણે યુવતીના પરિવાજનો  મકાન બદલીને કઠવાડા રહેવા ગયા હતા.

અમદાવાદ

સાઈબર ક્રાઈમમાં અરજી

આ બનાવ અંગે યુવતીએ શહેરના નરોડા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપી હતી આખરે કંટાળીને તાજેતરમાં પોલીસ કમિશનરની મુલાકાત લીધી હતી અને પોલીસ કમિશનરના કહ્યા મુજબ સાઇબર ક્રાઇમમાં અરજી આપી હતી તો સાઇબર ક્રાઇમ પોલીસે યુવતીના પરિવારજનોને બાલોવીને ક્હયું કે તમે યુવકને મધ્યપ્રદેશથી અહિયાં બોલાવો તો અમે પકડી પાડીએ.પોલીસના આવા  જવાબથી યુવતીના પરિવારજનોની મુંઝવણ વધી ગઇ છે.

Read Also

Related posts

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!